गुजरात

રાજ્યનાં પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

આણંદ: ગુજરાતનાં પૂર્વ ખાણખનીજ મંત્ર રોહિતભાઇ પટેલનું  74 વર્ષે મંગળવારે કરમસદ હૉસ્પિટલમાં  હાર્ટ એટેક  આવતા નિધન થયુ છે. તેઓ મિલસન્ટ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીનાં ચેરમેનના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ટ્વિટ કરીને શ્રદ્ઘાંજલિ પાઠવી છે. પૂર્વ ધારાસભ્યની અણધારી વિદાયથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી વ્યાપી છે.

તેઓ વર્ષ 2014માં આણંદની ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેમને રાજ્ય સરકારના ખાણ અને ખનીજ વિભાગના મંત્રી બનાવાયા હતા. તેઓ ત્રણ વર્ષ મંત્રીપદ પર રહ્યાં હતા.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર પ્રમાણે, મિલસેન્ટ ગ્રુપનાં સીઈઓ, એચ. એસ બરાડે જણાવ્યું છે કે, રોહિતભાઇ પટેલને ઓક્ટોબર મહિનામાં કોવિડ 19નું સંક્રમણ થયુ હતું જેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આ બીમારીમાંથી તો સાજા થઇ ગયા હતા અને તેમને ગયા અઠવાડિયે જ ઘરે લાવવામાં આવ્યા હતા. તેમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતા તેમના પરિવારે વિચાર્યુ હતું કે, તેઓ હૉસ્પિટલમાં જ રહે.

Related Articles

Back to top button