Ukraine Russia War : કચ્છની યુવતી સહિત 500 જેટલા વિદ્યાર્થીઓ બંકરમાં રહેવા મજબૂર, પાણી-રાશન ખૂટ્યા
કચ્છઃ યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતી પૂર્વ કચ્છ ગાંધીધામની છાત્રા રીદ્ધી મીશ્રા પણ ફસાઈ. ગાંધીધામના સપનાનગરમાં રહેતી રીદ્ધી યુક્રેનના ખારકીવમાં અન્ય છાત્રો સાથે ફસાઈ. બંકરમાં રહેવા મજબૂર બન્યા છે. બોંબ ધડાકાના અવાજ સતત ચાલુ છે. પાણી- રાશન ખૂટ્યા છે. સરકાર જલ્દી ભારત લઇ જયે તેવી માંગ કરવામાં આવી રહી છે. રિદ્ધિ સાથે 500 જેટલા છાત્રો સાથે ભુગર્ભમાં આવેલા બંકરમાં રહેવા મજબુર બન્યા છે.
મોરબીની વધુ એક યુવતી યુક્રેનમાં ફસાઈ. શૈલજા લાલજીભાઈ કુનપરા યુક્રેનમાં ફસાઈ. યુક્રેનના માયકોલાઈવ શહેરમાં વિધાર્થીની ફસાઈ છે. શૈલજા કુનપરા એમબીબીએસના અભ્યાસ માટે ગઈ હતી. ૨૪ તારીખે વાયા દુબઈ થઈને ફલાઈટ હતી પણ એરપોર્ટ પર રશિયાના હુમલાથી ફ્લાઈટ રદ થતા ફસાઈ વિધાર્થીની. શૈલજા પરિવારના સમ્પર્કમાં છે અને ત્યાં સલામત હોવાની માહિતી પરિવારજનોએ આપી.
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના યુવાન પ્રતિક પટેલનો વિડીયો વાયરલ થયો છે. આ પ્રતિક પટેલ હાલ યુક્રેનમાં ફસાયેલ છે અને તેના દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ફસાયેલા લોકો દ્વારા ટેક્સી કરવામાં આવી હતી તે ટેક્સી ચાલક બોર્ડરથી ૩૦ કિલોમીટર દૂર આ તમામ લોકોને મુકીને ચાલ્યો ગયો. યુવાન કહી રહ્યો છે કે તે લોકો 30 કિલોમીટર ચાલ્યા છે તેમની સાથે એક ગર્ભવતી મહિલા પણ છે. ફક્ત અડધા કલાકમાં છ કિલોમીટર ચાલીને બોર્ડર પહોંચવું પડશે જો નહીં પહોંચે તો બોર્ડર ક્લોઝ થઇ જશે. હેલ્પલાઇન નંબર બંધ છે, ૨૦,૦૦૦થી વધુ ભારતીયો ફસાયેલા છે તેવી આપવિતિ યુવાન જણાવી રહ્યો છે. આ યુવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
યુક્રેન અને રશિયા વાતચીત માટેના સમય અને સ્થળ પર આગામી સમયમાં ચર્ચા કરાશે. યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર કર્યું કે આક્રમણ શરૂ થયા બાદ વાટાઘાટો માટેના સમય અને સ્થળ પર આગામી કલાકોમાં પરામર્શ કરશે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના પ્રવક્તા Sergii Nykyforov સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આક્રમણ શરૂ થયા બાદ કૂટનીતિ માટે આશાની પ્રથમ ઝલક રજૂ કરાઇ છે.રશિયાએ કહ્યું કે યુક્રેનને મળવા માટે બેલારૂસની રાજધાનીમાં મળવાની ઓફર રજૂ કરાઇ હતી પરંતુ યુક્રેને એ તટસ્થ દેશમાં વાતચીત માટેની વાત કરી હતી.