गुजरात

જોરદાર ટ્રીક વાપરીને ATM તોડ્યા વગર જ ગઠિયાઓ આ રીતે કરતા હતા લાખો રુપિયાની ઉઠાંતરી, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા

અમદાવાદ: શહેરમાં એક ગેંગ પકડાઇ છે જે એટીએમ મશીન તોડ્યા વગર જ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતી હતી. આ ગેંગને પકડવામાં અમદાવાદ સાયબર ક્રાઇમને સફળતા મળી છે. જોકે, પોલીસની પકડમાં ના આવે તે માટે આરોપીઓ મશીનમાં રહેલા તમામ રૂપિયાને બદલે 10 લાખથી વધુ રકમની ચોરી કરતાં નહિ.

અમદાવાદ સાયબર ક્રાઇમે એવા આરોપીઓની ધરપકડ કરી છે કે, જેમણે ધોરણ 12 કરતા પણ ઓછો અભ્યાસ કર્યો છે. પંરતુ એટીએમ મશીન તોડ્યા વગર જ તેમાંથી લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં માહિર છે. અમદાવાદ સાયબર ક્રાઇમ આ ગેંગના પાંચ આરોપી જેમાં આસામના ગુરદિપ સિંઘ, અમ્રિતપાલ રણજીત સિંઘ, કરછ અંજારના નિલદિપ સોલંકી, રવિ સોલંકી, અને પંજાબના સંદિપસિંઘ કુલદિપસિંઘની ધરપકડ કરી છે.

ગુજરાતના મોટા શહેરોને કર્યા હતા ટાર્ગેટ

આરોપીઓ એનઆરસી નામની કંપનીના એટીએમ મશીન ટાર્ગેટ કરતા હતા. આ લોકો એક ચાવીથી મશીનનો એક ભાગ ખોલી દેતા. તેમાં રેસબરી પાઈ નામનુ ડિવાઇસ કનેક્ટ કરતા હતાં. જેથી મશીનમાં થતી તમામ કામગીરી આ ડિવાઇસમાં ઓપરેટ કરી શકાય. બાદમાં કોઈપણ એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી લેતા હતા. જોકે, આ ડિવાઇસથી એવી સિસ્ટમ ઉભી કરતા હતા જેથી એક ટ્રાન્જેક્શનમાં કોઈપણ દરની 40 નોટ મશીનમાંથી નીકળી શકે. આરોપીઓએ ગુજરાતમાં અમદાવાદમાંથી એટીએમ મશીનમાંથી 7મી તારીખે 8.30 લાખ, 5મી તારીખે રાજકોટમાંથી 13.80 લાખ અને 22મી તારીખે બરોડામાંથી 10 લાખની ઉઠાંતરી કરી હતી.

Related Articles

Back to top button