Kutch : કાકાના દીકરાએ યુવતી સાથે એક વર્ષ સુધી પરાણે માણ્યું શરીરસુખ ને પછી કરી એવી ગંદી હરકત કે વાંચીને હચમચી જશો
કચ્છઃ મુન્દ્રામાં યુવતી સાથે ખૂદ તેના કાકાના દીકરાએ પરાણે શરીરસુખ માણી યુવતીની અંગત તસવીરો અને વીડિયો વાયરલ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. મુન્દ્રા પોલીસે આઇ.ટી. એક્ટ અને બળાત્કારની કલમો તળે ગુનો નોંધી કાકાઇ ભાઇને દબોચી લીધો હતો.
સોશિયલ મીડિયાને કારણે અનેક ધૃણાસ્પદ ઘટનાઓ ઘટી રહી છે. કચ્છના મુન્દ્રામાં પિતરાઈ ભાઇએ જ યુવતીના ફોટા અને વિડીયો ફેક આઇડી મારફતે વાયરલ કરી બ્લેકમેઇલ કરી બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રામાં કાકાના દીકરાએ જ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું. ફેક IDથી ફોટા-વીડિયો વાયરલ કર્યા. સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદીના નામની આઇ.ડી. બનાવી તેના પર બિભત્સ ફોટા અપલોડ કરી બદનામ કરવાનું શરૂ કર્યું હતું. ધુણાસ્પદ બનાવ સામે આવતા ભોગ બનનાર યુવતીએ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેમીએ 16 વર્ષીય સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા પછી અંગત વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવ્યા હતા. આ અંગે સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતઃ જિલ્લામાં વધુ એક બાળકી હવસખોરનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. 11 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરી નાંખવામાં આવી છે. પલસાણાના જોળવામાં 11 વર્ષીય બાળકીને પિંખી નાખી હત્યા કરવામાં આવી છે. માતા પિતા નોકરી ગયા હતા અને દીકરી નાના ભાઈ સાથે ઘરે એકલી હતી.
બિલ્ડીંગમાં નજીકના અવાવરું રૂમમાંથી શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો.
ઘટના બનતા સુરત જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું. પરિવારના પ્રાથમિક નિવેદનના આધારે બે શંકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.