गुजरात

પત્નીએ પતિને રંગેહાથે ઝડપ્યો, પ્રેમિકાએ આપી ધમકી, ‘હું આડા સંબંધ રાખીશ, વચ્ચે આવી તો મારી નાંખીશ’

અમદાવાદ: શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ, સાસુ-સસરા અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપો કર્યા છે કે, લગ્ન બાદ જ્યારે તેણે પુત્રને જન્મ આપ્યો ત્યારથી જ તેના પતિના વર્તનમાં ફેરફાર આવી ગયો હતો. યુવતીને લગ્નમાં પિયરજનોએ દહેજમાં એક એક્ટિવા આપ્યું હોવા છતાં પણ તેનો પતિ ધંધા માટે ચાર લાખ રૂપિયા દહેજ માગતો હતો. પતિએ દાણીલીમડાની યુવતી સાથે પ્રેમ સંબંધ રચ્યો હતો અને જ્યારે રંગેહાથ તે બંનેને પકડ્યા ત્યારે યુવતીને તેના પતિની (husband wife) પ્રેમિકાએ ધમકી આપી હતી કે “હું આડાસંબંધ રાખીશ જ અને જો તું વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ”. જેથી યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં માધવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવતીના 2016માં લગ્ન થયા હતા

શહેરના શાહપુર દરવાજા પાસે રહેતી 22 વર્ષીય યુવતી ના લગ્ન વર્ષ 2016 માં શાહપુરના એક યુવક સાથે થયા હતા. યુવતીના પરિવારે લગ્નમાં એક્ટિવા પણ દહેજમાં આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ જ્યારે યુવતીએ પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ પતિના વર્તનમાં ફેર આવી ગયો હતો. પણ ક્યારેક પતિના વર્તનમાં ફેર આવશે તેમ માની ઘર કરીને આ યુવતી રહી હતી. છતાંય સાસુ, સસરા, પતિ અલગ અલગ બહાના કરી કામ બાબતે બોલાચાલી કરી માર મારતા હતા.

Related Articles

Back to top button