गुजरात

પતિ સાથે મનમેળ ન રહેતા પરિણીતાને ગમી ગયો ભાઈનો મિત્ર, પછી ભારે પડી આ ભૂલ

અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના જ નાના ભાઈના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ મહિલાને તેના પતિ સાથે મનમેળ ન રહેતા ઉપર નીચે મકાનમાં અલગ રહેતા હતા. આ દરમિયાન મહિલા તેના નાના ભાઈના મિત્રના પ્રેમમાં  પડી હતી.

આરોપીએ પણ મહિલાની મજબૂરી અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી તેના પૈસે લીલા લહેર કરી અને મહિલાના પૈસે જ બાઇક વસાવ્યું હતું. બાદમાં વધુ પરિચય કેળવી તેની પર બળાત્કાર ગુજારી ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચાંદલોડિયા માં રહેતી 35 વર્ષીય મહિલા તેના બે પુત્રો સાથે રહે છે. તેની એક પુત્રીના લગ્ન પણ થઈ ગયા છે. પતિ સાથે મનમેળ ન રહેતા એક જ મકાનમાં પતિ પત્ની અલગ રહે છે. છેલ્લા ઘણા વર્ષથી ઘર પાસે જ મહિલાના નાના ભાઈના મિત્ર સાથે તેને ઓળખાણ હતી.

ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બાદમાં યુવકે મહિલાને લગ્ન કરવાની વાત કરી તેના પૈસે લીલા લહેર કરવાનું શરૂ કરી દીધું હતું અને શારીરિક સંબંધો પણ બાંધવા લાગ્યો હતો.

આરોપીએ મહિલાના પૈસે જ બાઇક ખરીદી ઐયાશીઓ શરૂ કરી હતી. એક દિવસ આરોપીએ વધુ પૈસા માંગતા બને વચ્ચે તકરાર થઈ અને આરોપીએ નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપતા જે તે સમયે મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી.

પાંચેક દિવસ પહેલા મહિલા ઘરે હતી ત્યારે આરોપી મહિલાના ઘરમાં ગેરકાયદે ઘુસી ગયો હતો. પોતાની પાસે રહેલું ચપ્પુ બતાવી આરોપીએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહિલાએ પ્રેમી ની આ બાબતોથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ કરતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button