Pushpa Saree: સુરતમાં Pushpa: The Rise ફિલ્મનો ક્રેઝ ચરમ પર, બજારમાં આવી ‘પુષ્પા સાડી’
સુરત: Pushpa Sarees in Surat: ‘પુષ્પા: ધ રાઇઝ’ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી રહી છે. ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ફિલ્મ એટલી પ્રસિદ્ધ થઈ ગઈ છે કે તેના નામ પર બજારમાં અવનવી વસ્તુઓ પણ આવી રહી છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટ (Surat Textile Market)માં ‘પુષ્પા સાડી’થી એક નવી શરૂઆત કરવામાં આવી છે. જોકે, આ સાડી બનાવવાની શરૂઆત એક શોખ માટે કરવામાં આવી હતી. આ સાડીઓની પ્રિન્ટ સોશિયલ મીડિયા (Social Media) પર આવી કે તરત જ ઓર્ડર મળવા લાગ્યા છે. તેલુગુ ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ જેવી રીતે છેલ્લા થોડા સમયથી ફિલ્મી પડદે ધૂમ મચાવે છે તેવી જ રીતે સુરતની આ સાડી પણ ધૂમ મચાવે તો નવાઈ નહીં!
એશિયાની સૌથી મોટી સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આ પહેલો પ્રયોગ નથી. સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે. પછી 2014નો ફિફા વર્લ્ડ કપ હોય કે પછી નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા તેની લોકપ્રિયતા હોય. સુરતના કાપડ બજારના વેપારીઓ આવી તક ઝડપતા રહે છે.