गुजरात

ગુજરાતના વાતાવરણમાં ગુરૂવારથી આવશે પલટો! જાણો ઠંડી ક્યારથી લઇ શકે છે વિદાય

અમદાવાદ: ગુજરાતમાં હાલ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે અને મોડી સાંજથી ઠંડી હોય છે જ્યારે બપોરે ગરમી લાગે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવતીકાલથી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે. જેના કારણે ગરમીમાં વધારો નોંધાશે. સાથે જ માવઠાની હાલમાં કોઇ સંભાવના ન હોવાનું પણ વ્યક્ત કર્યુ છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થોડા દિવસો રાહત આપ્યા બાદ રાજ્યમાં ફરીથી છેલ્લા થોડા દિવસથી ઠંડીની શરૂઆત થઈ રહી છે. જે અંતર્ગત આગામી 24 કલાક સુધી રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે. રાજ્યના નાગરિકોને હવે એક દિવસ બાદ ઠંડીથી રાહત મળવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી રહેશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

Related Articles

Back to top button