ICMRની આ વાત અવગણવી તંત્રને ભારે પડી! અમદાવાદમાં એપ્રિલમાં કોરોના પોઝિટિવિટી રેટ સૌથી વધુ 16% થયો

આ દેશ સહિત ગુજરાતમાં કોરોના મહામારી રોકેટ ગતિએ વધી રહી છે. ત્યારે રાજ્યનાં અમદાાવદમાં આઈસીએમઆરની ટીમે મુલાકાત લીધી હતી. ત્યારે સંક્રમણ વધે નહીં તે માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની વ્યૂહરચના આપી હતી. આ સાથે પોઝિટિવ કેસનું પ્રમાણ 5 ટકાથી વધે નહીં તેવું પણ સરકારને ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી કોરોના પોઝિટિવિટી રેટ સતત વધી જ રહ્યો છે. આ એપ્રિલ મહિનામાં આ રેટ વધીને 16 ટકા પહોંચ્યો છે. જે સૌથી વધું છે.
જોકે, આ વાત કે આંકડા તંત્રએ ધ્યાન નથી આપ્યું. જેના કારણે આઈસીએમઆરની વાતને પણ ધ્યાને ન લેતા મોટી હાલાકીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, 20મી એપ્રિલનાં રોજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવે 20 માર્ચ, 2021ની તારીખથી રાજ્યના મુખ્ય સચિવને અને 30મી માર્ચ, 2021ના રોજ આરોગ્ય સચિવને પત્ર લખીને આ જ વ્યૂહરચના પર ભાર મુકવા અને કોઈપણ રીતે ટીઆરપીનું પ્રમાણ પાંચ ટકાથી નીચે રાખવા તાકીદ કરવામાં આવી હતી.
જોકે, બુધવારનાં આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં વિક્રમજનક 14,120 કુલ નવા કેસ નોંધાયા હતા. જ્યારે કુલ 8,595 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે, અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે.