गुजरात

સુરત: ક્રિપ્ટો કરન્સી લેવાના ચક્કરમાં વેપારી સાથે છેતરપિંડી! જુઓ 2 કરોડની લૂંટનો CCTV video

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં હૈદરાબાદના વેપારી પાસેથી 2 કરોડની લૂંટ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ મામલે 8 લોકો સામે પોલીસ ફરિયાદ થઇ છે. આ ઉપરાંત આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં લુટારુઓ બેગની લૂંટ કરી ભાગતા નજરે પડી રહ્યા છે.

સુરતના વરાછા પોલીસ મથકની સામે આવેલા સેન્ટ્રલ બાઝારમાં શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાંથી હૈદરાબાદના વેપારી પાસેથી 2 કરોડની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગયી હતી અને તપાસ શરુ કરી હતી. બીજી તરફ હૈદરાબાદનો વેપારી પોલીસ મથકેથી નાટ્યત્મ્ક રીતે પોલીસ ફરિયાદ નોંધાવ્યા વિના ગુમ થઇ ગયો હતો. જોકે વેપારી પોલીસ સમક્ષ હાજર થયો હતો અને આ મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હૈદરાબાદના વેપારી વિનય નવીનભાઈ જૈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્ર એજન્ટ લક્ષ્મીનારાયણને પી.કે.ઝા તથા તેનાં એજન્ટ સુમન તથા સાર્થક સાથે થયેલી વાતચીત મુજબ અમારે ક્રીપ્ટોકરંસીમાં રોકાણ કરવાનું હોય અને તેઓ વિનયભાઈને કમિશન પેટે ઘણો ફાયદો થશે તેવી બાંહેધરી પી.કે.ઝા તથા સુમન તથા સાર્થકે આપતાં તેઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ આ અંગેનો પ્લાન  સુરતમાં કરી વિનયભાઈએ તેમના સગાસબંધીઓ પાસેથી મેળવેલ રૂપિયા આંગડીયા ક્રીપ્ટોકરંસીનું રોકાણ કરવા માટે રૂપિયા 2 કરોડ ગણી આપ્યા હતા.

તે છતા તેઓએ તેનાં પ્લાન મુજબ ફરીયાદીના એજન્ટ લક્ષ્મીનારાયણનાં ખાતામાં ટ્રાન્સફર નહી કરી પિન્ટુ કુમાર ઝા તથા અમીત તથા સુમનસીંગએ અગાઉથી કરેલ પૂર્વ આયોજીત કાવતરા  મુજબ  મધુકર, રાકેશ, રાજુ, વીકી તથા શહારૂખ વ્હોરા તથા બીજા અજાણ્યા ઇસમો સાથેનાં માણસો દ્રારા મારામારી કરી  રોકડા રૂપિયા 2 કરોડની લૂંટ કરી ભાગી ગયા છે.

Related Articles

Back to top button