ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ : BSFએ India – Pakistan સરહદ પાસેથી 35 કરોડનું હેરોઇન જપ્ત કર્યું
અમદાવાદ: સરહદ પારથી વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ (Drugs racket) થયો છે. ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પાસે 14 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ હેરોઇનની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. BSF, SOG અને બાડમેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાડમેર જિલ્લાના પીએસ ગડરા રોડ પર પાંચાલા ગામ પાસેથી આ હેરોઇન જપ્ત કરવામાં સફળતા હાથ લાગી છે.
પાકિસ્તાન તરફથી અનેકવાર ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાની નાપાક હરકત કરવામાં આવતી હોય છે. પરંતુ બોર્ડર સિક્યુરિટી ફોર્સની સતર્કતાના કારણે ડ્રગ્સ ઘુસાડનારા તત્વોના ઇરદા સફળ થાય તે પહેલા જ તેને ડામી દેવામાં આવે છે. સીમા પર BSF લના જવાનો સતત આ પ્રકારની ઘૂસણખોરીને રોકવા તૈનાત રહે છે. જેના કારણે ઘૂસણખોરોની ઘુસણખોરીની વાત હોય કે પાકિસ્તાનથી ડ્રગ્સ ઘુસાડવાનું કૌભાંડ હોય તે હજુ સુધી સફળ થઈ શક્યું નથી.
ગુજરાત ફ્રન્ટીયર BSFના જનસંપર્ક અધિકારીએ સમગ્ર બનાવની હકીકત પ્રેસ રિલીઝ મારફતે રજૂ કરી છે. જેમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પાસે 14 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઝડપાયેલા આ હેરોઇનની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા છે. BSF, SOG અને બાડમેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાડમેર જિલ્લાના પીએસ ગડરા રોડ પર પાંચાલા ગામ પાસેથી આ હેરોઇન જપ્ત કરવામાં સફળતા હાથ લાગી છે.
BSF અને તપાસ અધિકારીઓ દ્વારા હવે આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે. બાડમેર પોલીસ અને SOG માટે પણ હવે તપાસ વિષય એ છે કે આ હેરોઇનનો જથ્થો કેવી રીતે અહીં લાવવામાં આવ્યો, કોણ આ જથ્થો લાવ્યું છે. આ હેરોઇન ક્યાં ક્યાં પહોંચાડવાનું હતું. એટલું જ નહીં એ ષડ્યંત્રમાં કોણ કોણ સંકળાયેલું છે તે વિગતો તપાસનો વિષય બની રહેવાનો છે.