CRIME: મજૂરી કામની લાલચ આપી બોલાવી યુવતીને, હાથ પગ બાંધી મોંઢુ ઢાંકીને યુવકે ગુજાર્યો બળાત્કાર
મૂળ દાહોદ જિલ્લાની અને હાલ શહેરમાં ઝુંડાલ સર્કલ પાસે રહેતી 21 વર્ષીય યુવતી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. આ યુવતીનો પતિ શહેરમાં છૂટક મજૂરી કામ કરે છે. 28 ડિસેમ્બરના રોજ આ યુવતીનો પતિ કામ ઉપર ગયો હતો ત્યારે સંતાનો સાથે આ યુવતી ઘરે એકલી હતી. ત્યારે બાજુમાં રહેતી એક યુવતીએ તેને જણાવ્યું કે આસપાસમાં રહેતી છ બહેનો રસોડાના કામ માટે ગઈ છે
અમદાવાદ: શહેરમાં વધુ એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી તેના ઘરે હતી ત્યારે મજૂરી કામે લઈ જઈ વધુ પૈસા અપાવવાની લાલચ આપી એક્ટિવા પર યુવતીને લઈ ગયો હતો. ઝુંડાલ અને વૈષ્ણવ દેવી પાસે કોઈ જગ્યાએ લઈ જઈ આ શખશે યુવતીને મોઢું અને આંખો પર કપડું બાધવાનું કહી આસપાસમાં જોવાનું નહીં તેમ કહી એક રૂમમાં લઈ જઈ તેના હાથ પગ બાંધી (Rape Case) બળાત્કાર ગુજાર્યો હતો. એક્ટિવા પર ત્રણ ચાર કલાક ફેરવી આ યુવતીને ઉતારી શખ્સ ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.