गुजरात

ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ મથક ના.પ્રોબે.પોલીસ અધિકારી રણજીતસિંહ પરમાર સાહેબ ની ઉત્કૃષ્ઠ કામગીરી ની નોંધ લઈ સન્માનિત કરાયાં

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

કોરોના વાયરસની મહામારી સામે લડવૈયા તરીકે ખૂબ સરસ કામગીરી કરનાર આપણા જ સમાજનું ગૌરવ એવા પોલીસ ઈન્સ્પેક્ટર રણજીતસિંહ પરમાર કે જેઓ આ કપરા સમયમાં સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આજ રોજ શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા રણજીતસિંહ પરમાર સાહેબને સિહોર પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી કે.ડી ગોહિલ સાહેબ કે જેઓ આ કોરોના મહામારીના સમગ્ર કાર્યકાળ દરમિયાન સીમાચિહ્ન રૂપ ફરજ બજાવી છે. કે.ડી ગોહિલ સાહેબ જેવા નિષ્ઠાવાન અને માનવતાવાદી અધિકારીના વરદ હસ્તે સન્માન પત્ર આપી તેઓનુ સન્માન કરવામાં આવ્યું. પરમાર સાહેબના સન્માનમા યુવા સંઘના પ્રમુખશ્રી દિપશંગભાઇ ચૌહાણ તથા મહામંત્રી હરદેવસિંહ વાળા જોડાયા હતા.

Related Articles

Back to top button