કોંગ્રેસમાં પાટીદારની રાજનીતિ શુરૂ થઈ ગઈ! નેતાઓએ સોંપ્યો ડૉ.રઘુ શર્માને ગ્રાઉન્ડ રિપોર્ટ
અમદાવાદઃ ગુજરાતના વિધાનસભાની ચૂંટણી પૂર્વે હવે રાજકીય ગરમાવો આવવાનો શરુ થઇ ગયો છે. સૌ કોઈની નજર છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ ભાજપ (BJP) તરફેણમાં રહે છે કે કોંગ્રેસ તરફેણમાં રહે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ સાથે અમદાવાદમાં કોંગ્રેસ પ્રભારી ડૉ રઘુ શર્મા સાથે બેઠક શુરૂ કરી દીધી છે.
આ અંગે વાતચીત કરતા ડૉ.રઘુ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં તેઓ 4 નહિ પરંતુ 8 દિવસની મુલાકાત માટે આવ્યા છે અહી તેઓ કોંગ્રેસ ની સંરચના કરશે અને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ગુજરાતના 300 જેટલા કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં કોંગ્રેસના એજન્ડા પર મોઘવારી અને પેપર કાંડ મુદ્દો પણ મહત્વનો બની રહેશે.
આ વચ્ચે કોંગ્રેસ નેતા લલિત કાથગ્રા લલિત વસોયા કિરીટ પટેલ પણ ડૉ.રઘુ શર્માને મળવા પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસના માળખા માટે આગામી સમયમાં પાટીદાર કોંગ્રેસ આંદોલન સમિતિનો રોલ શું રહેશે એ અંગે ચર્ચા કરવા આવી અલ્પેશ કથીરીયા સાથે મુલાકાત માટે પણ કોંગ્રેસ નેતાઓ એ ડૉ.રઘ શર્માને જાણ કરી હતી. આ અંગે આગામી સમય માં અલ્પેશ કથીરીયા કોંગ્રેસ માં.જોડાય તો ક્યું પદ તેને મળી શકે છે એ અંગે પણ ચર્ચા થઈ હોઈ શકે છે.