गुजरात

17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. હિન્દુઓના કોઈ પણ તહેવાર તારીખ આધારિત નથી

Anil Makwana

ભચાઉ

રિપોર્ટર – નરસિંહ મેવાડા

17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. હિન્દુઓના કોઈ પણ તહેવાર તારીખ આધારિત નથી. પંચાંગના તિથિ, વાર, સૂર્ય, ચંદ્રની ગતિ પર આધારિત છે.પરંતુ 17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવાય છે. એ દિવસે સૂર્યની કન્યા રાસીમાં સંક્રાતિ થાય છે એટલે. જેમકે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ થાય એમ. આ વખતે આ સક્રાંતી 16 સપ્ટેમ્બરની સાંજથી 17 સપ્ટેમ્બર સુધી છે. એટલે ઉગતા સૂર્યના દિવસે આ દિવસ મનાવવામાં આવશે. યોગાનુયોગ દાદાની તિથિ અમાસ પણ તે જ દિવસે છે, એટલે સોનામાં સુગંધ ભળી. ઘણા મિત્રો 17 સપ્ટેમ્બરને વિશ્વકર્મા જયંતિ કે પ્રાકટ્ય દિવસ ગણી પોસ્ટ મૂકે છે. એમને જણાવવાનું કે 17 સપ્ટેમ્બર એ વિશ્વકર્મા દેવનો એક વિશેષ પૂજન દિવસ છે પ્રાગટ્ય દિવસ નથી.સંક્રાંતિ કાળમાં કરેલ પૂજન, જાપ, તપ, દાન, ધર્મ વિશેષ ફળ આપેછે. એટલે આ દિવસે આપ વિશ્વકર્મા પ્રભુની કૃપા મેળવવા ભક્તિભાવથી પૂજન કરજો.

Related Articles

Back to top button