गुजरात

Gujarat corona : ગુજરાતીઓ રાહતનો શ્વાસ લે! હવે કોરોનાના 25,000થી ઉપર કેસ જવાની શક્યતા નહીવત

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે કર હવે ઓમીક્રોન વાયરસ તેના અંત તરફ છે. જાન્યુઆરી માસનો અંત થતા અમદાવાદ અને ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા ત્રીજી લહેરનો અંત આવશે. તેમજ હવે ગુજરાતમાં કોરોનાના કેસ હવે 25 હજાર ઉપર નહિ જાય તેવી શકયતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના  ડોકટર્સ વ્યક્ત કરી રહ્યા છે.

સાથે જ દેશમાં 15 ફેબ્રુઆરી સુધીમા દેશમાંથી કોરોનાની ત્રીજી લહેર ખતમ થઈ જશે તેવી પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં જ્યારથી ત્રીજી લહેરને લઈ કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ એટલે કે ગત 7 જાન્યુઆરીથી રાજ્યનું આરોગ્ય વિભાગ કેસને લઈ મોનીટરીંગ કરી રહ્યું છે.

આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ સાથે વિડિઓ કોંફરન્સ દ્વારા રિવ્યુ બેઠકો પણ કરી રહ્યા છે એવી જ રીતે એશિયાની નંબર વન એવી સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ સાથે પણ સતત આરોગ્ય વિભાગ પરામર્શ કરતું રહે છે. જોકે છેલ્લા પાંચ-છ દિવસથી કોરોનાના કેસનો ગ્રાફ નીચો જઈ રહ્યો છે.

પાંચ દિવસ પહેલા રાજ્યમાં 21 હજાર ઉપર કેસ નોંધાયા હતા તે ગઈકાલે 24 કલાક દરમિયાન કેસનો આંક 16 હજાર આસપાસ રહ્યો હતો. કેસમાં થઈ રહેલા ઘટાડાને જોતા હવે રાજ્યમાં કોરોનાના કેસનો આંક હવે 25 હજાર ઉપર નહિ જાય તેવું અનુમાન ડોકટર્સ લગાવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના મીડિયા કન્વીનર ડો. મુકેશ મહેશ્વરી જણાવે છે કે ગુજરાત સરકાર અને લોકો માટે હાલ રાહતનો શ્વાસ લેવા જેવી સ્થિતિ છે.

જે રીતે અનુમાન હતું કે જાન્યુઆરીના અંત સુધીમાં પીક આવી જશે તેવું જ જોવા મળી રહયુ છે. 31 જાન્યુઆરીના અંત સાથે ત્રીજી લહેરનો અંત આવશે. જો કે ત્યાર પછી પણ બે અઠવાડિયા સુધી લોકોએ ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ નિયંત્રણઓમાંથી છુટકારો મળી શકે. જે રીતે કોરોનાં કેસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તે જોતા હવે ગુજરાતમાં કોરોનાના કેસ 25હજારને પાર નહીં જાય.

Related Articles

Back to top button