પાંડેસરામાં પેટ્રોલ પંપ પર માચીસ નાંખી સળગાવવાનો પ્રયાસ કરનાર બે ઝડપાયા, cctv viral
સુરતઃ સુરતમાં સામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આ અસામાજિક તત્વો પોતાના મોજશોખ અને પોતાની અસ્તિત્વ સ્થાપવા માટે જે પ્રકારની ચર્ચા કરી રહ્યા છે તેને લઈને લોકોના જીવ તાળવે કરતા હોય છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પેટ્રોલ પંપ સળગાવી નાખવાનો પ્રયાસ થયો હતો. તથા સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા
પોલીસ પૂછપરછમાં આ યુવકોએ મજાક-મજાકમાં પેટ્રોલ પંપ સળગાવવાની વાત કરી છે ત્યારે બીજી બાજુ પેટ્રોલ પંપ પર માથાકૂટ બાદ આ યુવકોએ પોતાની દાદાગીરી કરવી પેટ્રોલ પંપ સળગાવી નાખવાના પ્રયાસની વિગતો સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
સુરત મહાત્માજી તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા કરેલા કૃત્ય ને લઈને લોકોના જીવ એક સમય માટે ધર મે છોડ્યા હતા સુરત અસામાજિક તત્વો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું તે જાણીને તમે પણ એક સમય માટે ચોંકી જશો સુરત-નવસારી રોડ પર ભેસ્તાન નજીક સ્વસ્તિક પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપના કર્મચારી અનિલ આહીર, મુસ્તાક અને સાજીદ નાઈટ ડ્યુટીમાં ફરજ પર હતા.
ત્યારે વ્હેલી સવારે 5 વાગ્યાના અરસામાં સાજીદ અને મુસ્તાક સુતેલા હતા અને અનિલ પંપના યુનિટ નં. 4 પર હાજર હતો ત્યારે બે યુવાનો બાઇકમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા આવ્યા હતા.અનિલ પેટ્રોલ પાઇપની નોઝલ બાઇકની ટાંકીમાં નાંખી હતી. પરંતુ બાઇક ચાલકે પેટ્રોલ નાંખવા પહેલા મને ટોર્ચ ચાલુ કરી ટાંકીમાં જોવા દે એમ કહ્યું હતું. જેથી અનિલે ચાલકને કહ્યું હતું કે જલ્દી બોલો નહીં તો મશીન બંધ થઇ જશે.
જેથી બાઇક પર પાછળ સવારે યુવાને ઉતરીને અનિલને તમાચો મારી દઇ ઝપાઝપી કરી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સળગતી દિવાસળી નાંખવા માટે ખિસ્સામાંથી માચીસ કાઢી હતી. અનિલે દિવાસળી નહીં નાંખવા માટે બે હાથ જોડી એવું નહીં કરશો, પેટ્રોલ પંપમાં આગ લાગી જશે તો અમે બધા મરી જઇશું એવું કહ્યું હતું તેમ છતા યુવાને સળગતી દિવાસળી નાંખી દીધી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.