गुजरात

વિધાનસભાના સત્ર પહેલાં જ કોંગ્રેસ વિરોધના મૂડમાં, પેટ્રોલ-ડીઝલના મુદ્દે સાયકલ લઈ વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત

ગાંધીનગર

રિપોર્ટર – પારસ રાઠોડ

ગુજરાતમાં આજથી બજેટ સત્ર નો પ્રારંભ થવાનો છે. ગુજરાતમાં શરૂ થનાર બજેટ સત્ર મા. કેમ કે, આ વખતે પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારો, ગેસના સિલિન્ડરમાં વધારો સહિતનાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે.
કોંગ્રેસ આ વખતે મોંઘવારીના મુદ્દે વિધાનસભાના બજેટ સત્રમાં લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં યુવાનોને રોજગારી આપવા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરની કિંમત અને કૃષિ બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button