AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે સમર્થકો સાથે ચાર્જ સંભાળ્યો, ‘ભાજપ દ્વારા ચાલતા ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડીશું’

અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણે સોમવારે વિધીવત ચાર્જ સંભાળ્યો છે. છેલ્લા ૧૦ મહિનાથી વિપક્ષ નેતાનું પદ ખાલી હતુ . આખરે ૧૦ કાઉનસિલરોના વિરોધ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે શહેજાદ ખાન પઠાણ નામ પસંદગી કરી હતી. અનેક કાઉન્સિલરોની ગેરહાજરીમાં શહેઝાદ ખાન પઠાણ ચાર્જ સંભાળ્યો હતો . શહેજાદ ખાન પઠાણે ચાર્જ લીધી પહેલા મહાનગર પાલિકના પરિસરમાં આવેલ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી . તેમજ પરિસરમાં રહેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી . કોવિડ ગાઇડલાઇનના ધજાગર પણ ઉડ્યા હતા . સમર્થકો મોટી સંખ્યામાં પહોંચી હતા . સોશિયલ ડિસન્સનસ અને માસ્ક વગર સમર્થકો જોવા મળ્યા હતા
એએસમી વિપક્ષ નેતા તરીકે ચાર્જ લીધા બાદ મિડીયા સાથે સંબોધન કરતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર પાલિકના સાશક પક્ષ ભાજપ દ્વારા ચાલતા ભ્રષ્ટાચારોનો ઉઘાડા પાડીશું. ભાજપ શાસકોએ અમદાવાદીઓ ખોટા વાયદા કર્યા છે . વિપક્ષ કોંગ્રેસ હવે રસ્તાઓ પર અને સામાન્ય સભા બન્ને બાજુ પ્રજાના મુદ્દા પર લડાઇ લડશે . મહાનગર પાલિકામાં ૧૨ કમિટી છે પરંતુ એક પણ કમિટીમા કોગ્રેસ સભ્ય સમાવેશ થયો નથી . મહાનગર પાલિકના ૧૨ કમિટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની છે .