surat news: જ્વેલર્સ અજાણી સ્ત્રી સાથે video call પર વાત કરતા હતા ત્યારે યુવકે કર્યું એવું કામ કે જેલ ભેગો થયો
સુરતઃ સુરતમાં એક જવેલર્સની દુકાનમાંથી સોનાનો હાથનો પોંચો ચોરવાનો પ્રયાસ થયો હતો. ડભોલી વિસ્તારમાં ઘરેણાં બનાવવાના કારખાનામાં દાગીના કઈ રીતે બને તે જોવાના બહાને આવેલો યુવક ચોરી (theft) કરી ભાગી રહ્યો હતો. જેને ઝડપી લઇ પોલીસનાં હવાલે કરાયો હતો. ચોરની આ હરકત CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા રહેતા રાહુલભાઈ રમેશભાઈ હડીયલ છેલ્લા 5-7 વર્ષથી જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ઘર નજીક જ જવેલર્સની દુકાન ધરાવે છે. ગઈકાલે વેડરોડ સિદ્ધેશ્વર સોસાયટી ખાતે રહેતા દીપકસિંગ ધુરાજસિંગ રાજપુત તેઓની દુકાને આવ્યો હતો.
અને દાગીનો કઈ રીતે બને અને કેવો લાગે તેનું મને સેમ્પલ બતાવો તેમ રાહુલભાઈને કહ્યું હતું જેથી તેના પર ભરોસો કરી તૈયાર થયેલો સોનાનો હાથનો પોચો જોવા આપ્યો હતો. દરમિયાન દિપક સિંહ રાજપૂતે એના મોબાઈલ ઉપર વીડિયો કોલ (video call) કરીને અજાણી સ્ત્રી સાથે વાત કરી રાહુલભાઈની નજર ચૂકવી હતી.
અને સોનાનો હાથનો પોંચો લઈ ચોરી કરી ભાગવાની કોશિશ કરી હતી. જેથી દુકાન માલિકે ચોર ચોરની બૂમો પાડી.. તેને પકડી લીધો હતો અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. રાહુલભાઈએ તેને પકડી પાડયો હતો અને એની પાસેથી સોનાનો હાથનો પોંચો લઈ લીધો હતો.