Corona Case: આજે નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો છેલ્લો દિવસ, 10થી વધુ શહેરોમાં વધી શકે છે લિમિટ
હાલમાં જે રીતે કોરોનાનાં કેસનો રાફળો ફાટ્યો છે તે જોઇને લાગે છે કે ભલે આજે નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો છેલ્લો દિવસ છે. પણ આ કર્ફ્યૂ વધુ દિવસો માટે વધારવામાં આવે તો નવાઇ નહીં. હાલમાં ઉત્તરાયણને કારણે ટેસ્ટિંગ કરાવનારા લોકોની સંખ્યા ઘટી હોય, જેને કારણે 14 જાન્યુઆરીએ 10,019 કેસ નોંધાયા હતા, પરંતુ હવે 16 જાન્યુઆરી બાદ કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. માત્ર એટલું જ નહીં, જો હવે 14,300થી વધુ કેસ નોંધાશે તો બીજી લહેરની પીક પણ તૂટી જશે.
10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ- રાત્રે 10થી સવારે 6 સુધી
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તથા હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રિ કર્ફ્યૂનાં અમલનો આજે છેલ્લો દિવસ હતો તેને વધારવામાં આવી શકે છે.
હાલ કયાં કયાં ક્ષેત્રોમાં કેવા પ્રતિબંધ અને કેવી છૂટછાટ
દુકાન-વેપાર-ધંધા: દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.