વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ,સુનીલ ડાભી
ઉનાઈ બાલ મંદિરના પટાગણની હાલત ખુબ જ ખરાબ હતી, અભ્યાસ માટે આવા જવા માટે ચોમાસા માં કાદવ-કીચડ માંથી પસાર થવું પડતું હોવાથી આરોગ્ય અને શિક્ષણમાં પણ અગવડ ઉભી થવા પામી હતી.જેમાં વાલીઓની રજુઆત પગલે ઉનાઈ બાલ મંદિર ખાતે નવીન બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું જેમાં ધારા સભ્ય અનંત પટેલ ધવલ ઢીંમર વિરલ પારેખ તા. પંચાયત સદસ્ય મનીષ પટેલ ઉનાઈ બજારના વેપારીગણ,કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉનાઈ માતાજીનું નામ લઈને નારિયેળ ફોડીને ઉનાઈ બાલ મંદિરના પટાંગણનું ખાત મુર્હત કર્યું હતું.