गुजरात

ભારતીય બનાવટનો કિ.રૂ .૧૨,૬૦૦ / – નો વદેશીદારૂનો જથ્થો પકડી પાડતી જખૌ પોલીસ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિ.એન.યાદવ સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને જખૌ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ એસ.એ.મહેશ્વરી નાઓના સાથે જખૌ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ નરેન્દ્રભાઈ આર.ધરડાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કુલદિપસિંહ લાખુભા જાડેજા રહે.વાડાપધ્ધર , તા.અબડાસા વાળો વાડાપધ્ધર થી ભાનાડા તરફ જતા રસ્તાથી જમણી બાજુ આવેલ તેની વાડી પર ગે.કા રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે રેઈડ કરતા નીચે મુજબનો ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ . પ્રોહી મુદામાલઃ : – એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ફોર સેલ ઈન હરીયાણા ઓનલી લખેલ બોટલો નંગ -૩૬ કિ.રૂ .૧૨,500 / અન્ય મુદામાલઃ : – હિરોહોન્ડા પ્લેન્ડર પ્લસ જેના રજી નંબર – જીજે – ૧૨ – સી એલ –૨૭૯૩ કિ.રૂ .૧૦,૦૦૦ / – તથા મોબાઈલ ફોન નંગ -૨ કિ.રૂ .૪૦૦૦ / – એમ કુલ કિ.રૂ .૨૬,00 / – નો પ્રોહી મુદામાલ . || . આરોપી : – પકડાયેલ આરોપીઓઃ- ( ૧ ) કુલદિપસિંહ લાખુભા જાડેજા , ઉ.વ .૨૯ તથા ( ૨ ) રવિરાજસિંહ સજુભા જાડેજા ઉ.વ .૨૪ , રહે.બન્ને , વાડાપધ્ધર , તા.અબડાસા : -પકડવા પર બાકી આરોપીઃ – લક્ષદિપસિંહ ઝાલા રહે.રવાપર , તા.નખત્રાણા મો.નં .૭૬૦૦૩૮ ૨૦૬ આ કામગીરીમાં જખૌ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એસ.એ. મહેશ્વરી તથા પો.હેડ કોન્સ નરેન્દ્રભાઈ આર.ધરડા પો.કોન્સ મુકેશભાઈ કાળુભાઈ પટણી પો.કોન્સ મામધફારૂક જુસબ હિંગોરા તથા પો.કોન્સ વિક્રમસિંહ માનાજી રાઠોડ નાઓ જોડાયેલ હતા

Related Articles

Back to top button