गुजरात
અંબાલાલ પટેલની મોટી આગાહી: રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી પડશે કાતિલ ઠંડી, 18મીથી ફરી માવઠું થશે
ગાંધીનગર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 13 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલના દાવા પ્રમાણે 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે.