અમદાવાદમાં 2281 કોરોનાનાં કેસ, 21 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે.શુક્રવારે કોરોનાના 2281 નવાં કેસ નોંધાયા છે. નવા 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.પશ્ચિમ ઝોન,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં નવા નોંધાયેલા 2281 કેસ પૈકી 1860 નવાં કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમરસ સેન્ટર શરૃ કરવા તૈયારીઓ શરુ કરી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. નવા 21 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી પશ્ચિમ વિસ્તારના 19 સ્થળોનો સમાવેશ થાય છે. કોરોનાનાં દર્દીઓને સારવાર આપવા માટે કોરોનાની બીજી લહેર સમયે સમરસ કોવિડ કેર સેન્ટર મ્યુનિ.દ્વારા શરુ કરવામાં આવ્યા હતા.તેવા સમરસ કોવિડ કેર સેન્ટર શરુ કરવા ફરી તૈયારીઓ શરુ કરાઈ છે.
શહેરમાં 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં કોરોનાનાં 8929 નવા કેસ નોંધાયા છે. શુક્રવારે 2281 કેસ નોંધાયા હતા. કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. 580 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. માર્ચ-2020 થી 7 જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 2,48,981 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ- 2,36,755 દર્દી સાજા થયા છે. માર્ચ-2020થી 7 જાન્યુઆરી-2022 સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 3412 લોકોના મોત થયા છે.