गुजरात

અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો: બાળકનું અપહરણ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ભીખ માંગાવતો યુવાન ઝડપાયો

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાંથી થોડા દિવસ પેહલા એક બાળકનું અપહરણ થય હતુ. જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં  શ્રમિક પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમા જણાવવામાં આવ્યુ હતુ કે, તેમનું બાળક ગુમ થઈ ગયું છે. ત્યાર બાદ સોલા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સોલામાંથી ગુમ થયેલ 12 વર્ષીય બાળક મળી આવ્યો છે. આરોપી બાળકનું અપહરણ કરી પાટણના હારીજ ખાતે લઈ ગયો હતો. આરોપી બાળકને ફોસલાવી અમદાવાદ બહાર લઈ જઈ ભીખ મંગાવતો હતો. ગંભીર વાત તો એ છે કે, આરોપીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું ખુલ્યું છે.

બાળક હારીજમાંથી મળી આવ્યો હતો

હારીજમાંથી બાળક મળી આવતા સમગ્ર મામલો ખુલ્યો છે. હારીજ પોલીસે બાળકને સોલા પોલીસને સોંપ્યો અને સોલા પોલીસની તપાસમાં સમગ્ર વાત સામે આવી છે. ભરત વાલ્મિકી નામના આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ પોકસો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button