गुजरात
સુરતઃ દક્ષિણ ભારતની વઢેર ગેંગ ઝડપાઈ, વિવિધ રૂપો ધારણ કરીને કરતા હતા ચોરી, 40 જેટલી ચોરીની કબુલાત
સુરતઃ સુરત શહેરમાંથી દક્ષિણ ભારતની વઢેર ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ ગાંડા, અંધજન અને ભિખારી બનીને શહેરની મોટી ચોરીની (theft case) ઘટનાને અંજામ આપતી હતી. આ ગેંગએ શહેરમાં 40 જેટલી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ પૂણા અને સચિન વિસ્તારમાં બે ચોરીની ઘટના બની હતી. આ ઘટના મામલે sogની ટીમે તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોરી કરનાર ગેંગની પદ્ધતિ અને સમયગાળો એક જ સરખો હોવાનું સામે આવ્યું હતું. અને આ ઘટનામાં તામીલનાડુના વેલુર જીલ્લાની વઢેર ગેંગની સિંડોવણી હોવાનું સામે આવ્યું હતું.
જેથી આ ગેંગને ઝડપી લેવા sogની ટીમ હરકતમાં આવી હતી. જે દરમિયાન sogની ટીમને બાતમી મળી હતી તેના આધારે પર્વત પાટિયા વિસ્તારમાંથી મંજન મુનીશાલી વઢી અને રવિચંદ્રન ગોવિંદન વઢીને ઝડપી પાડયા હતા.