गुजरात

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથક ખાતે ખુશી હોસ્પિટલ અને દ્રારકેશ લેબ દ્વારા રાહત દરે નિદાન કેમ્પનું આયોજન કરાયું

Anil Makwana

ગાંધીનગર

તાજેતરમાં ગાંધીનગરના બે અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે જવાનોના આકસ્મિક મૃત્યુ થયા હોવાની ઘટનાને કારણે હડકંપ મચી જવા પામ્યો હતો. આથી ગાંધીનગર પોલીસ સ્ટાફના સહયોગથી સેક્ટર-21 પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફ માટે ખુશી હોસ્પિટલ (મોટા ચિલોડા) અને દ્વારકેશ લેબ દ્વારા રાહત દરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.નિરવભાઈ નાણાવટી, ડૉ. તેજસ અમીન તેમજ દ્વારકેશ લેબના ડૉ.હિનાબેન અને ચેતનભાઈ તેમજ સહયોગી સ્ટાફ કુસુમબેન સોલંકી દ્વારા પોલીસ સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થાઈરોઈડ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, કોલેસ્ટ્રોલ સહિતના વિવિધ ટેસ્ટ તથા ઈ.સી.જી. કરી આપવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button