गुजरात

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું એ સૂર્યા ઓફસેટના માલિક સાથે અસિત વોરાનું શું છે કનેક્શન ? જાણો મહત્વના સમાચાર

પાટણઃ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ફૂટ્યું હતું.

હવે આ કેસમાં મોટો ધડાકો થયો છે. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના કનેક્શનનો ધડાકો થયો છે. મળતી વિગતો પ્રમાણે મુદ્રેશ પુરોહિતે અસિત વોરા સાથે પાટણ યુનિવર્સિટીનું મુલાકાત લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી વિગતો પ્રમાણે, પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે લેવાયેલા 42 જુનિયર કારકુનોની ભરતી માટેની પરીક્ષાના પેપર પણ સૂર્ય ઓફસેટમાં છપાયાં હતાં. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સાથે જુન 2021માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મુલાકાત લીધી હોવાની ચર્ચા છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેમની ભરતી કરાઈ એ 42 જુનિયર કારકુનની ભરતીમાં પણ ગેરરીતીના આક્ષેપ થયા હતા. આ ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કરનારા ઉમેદવારોએ જે નામ અગાઉ જાહેર કર્યા હતા તે જ નામની નિમણૂક થઈ હતી તેવા આક્ષેપ પણ થતા રહ્યા છે. પાટણ યુનિવર્સિટીના કુલપતિ જે. જે. વોરા અસિત વોરાના પિતરાઈ ભાઈ થતા હોવાથી આ આક્ષેપોની ઉંડાણ પુર્વક તપાસ થાય તો યુનિવર્સિટી ખાતે લેવાયલી જુનિયર કારકુનની ભરતી પરીક્ષામાં કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

આ પરીક્ષા સમયે પરીક્ષાના નિરીક્ષક મહેસાણા કોલેજના આચાર્ય ડી.આર.પટેલ અને એમ.એન.કોલેજ વિસનગરના આચાર્ય મોઢે પણ પરીક્ષામાં 14 જેટલા વિદ્યાર્થીઓ માટે કોરી ઓએમઆર શીટ કોરી રાખી હતી એવા આક્ષેપ થઈ ચુક્યા છે. પરીક્ષાના બીજા દિવસે દસ નામ ફિક્સ હોવાની યાદી આપી હતી. ડી.આઈ.પટેલે તો પરીક્ષાના છ માસ પૂર્વે ત્રણ નામ ફિક્સ હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયમાં જણાવ્યું હોવાન આક્ષેપ થયા છે. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ ઉમેદવારોની રજુઆતના આધારે જે ચૌદ નામ આપ્યાં તેમાંથી નવની નિમણુંક થઈ છે. સરકાર આ બાબતે તપાસ કરે તો જે.જે. વોરાનું કૌભાંડ બહાર આવે તેવો દાવો કરાઈ રહ્યો છે.

Related Articles

Back to top button