गुजरात

ગુજરાતના એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને ચેકીંગની કામગીરીથી ડૉક્ટર્સ છે નારાજ, જાણો કેમ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને એમિક્રોન વાયરસની ગુજરાતમાં એન્ટ્રી સાથે અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ તૈયારી શરૂ કરી દીધી છે. 70 હોસ્પિટલમાં 2500 બેડ કોરોનાના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. જોકે હાલ એરપોર્ટ (Corona testing and checking at Airport) પર ટેસ્ટિંગ અને ચેકીંગની કામગીરીમાં ચાલતી ઢીલાશથી ડૉક્ટર્સ નારાજ છે. એરપોર્ટ પર સખ્તાઈપૂર્ણ કામગીરી કરવામાં આવે નહિ તો મુશ્કેલીના દિવસો આવશે તેવું ડોકટર્સ માની રહ્યા છે.

વિદેશીથી આવતા ભારતીય નાગરિકઓ કે વિદેશી નાગરિક તેમનો RTPCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમને એરટ્રાવેલની પરમીશન આપવામાં આવે તેવો લેટર પણ અમદાવાદ હોમ્સ એન્ડ નર્સીગ એસોસીએશન દ્વારા સરકારને લખવામાં આવ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન અમદાવાદ હોમ્સ એન્ડ નર્સીગ એસોસીએશન (AHNA) ની 180 હોસ્પિટલમાં15000 કરતા વધુ દર્દીઓએ સારવાર લીધી હતી.જે બાદ ત્રીજી લહેર અને એમીક્રોન વાયરસ મામલે ખાનગી હોસ્પિટલો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.

આહના સંલગ્ન 70 હોસ્પિટલમાં 2200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. ઍરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપર નિયમિત રીતે ટેસ્ટિંગ અને વેકસીનેશન સર્ટીફિકેટ માંગવામાં ન આવતા અમદાવાદ હોમ્સ એન્ડ નર્સીગ એસોસીએશન દ્વારા કેન્દ્ર સરકારના આરોગ્યવિભાગ અને એવીએશન વિભાગને પત્ર લખીને પોતાના સુચન કરાયા છે. સાથે જ વિદેશીથી આવતા ભારતીય નાગરિકઓ કે વિદેશી નાગરિક તેમનો RTPCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમને એરટ્રાવેલની પરમીશન આપવામાં આવે તેવો પણ ઉલ્લેખ લેટરમાં કરાયો છે.

આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, ઓવર ઓલ સિનારિયો જોઈએ તો હોસ્પિટલમાં 8 કે 9 દર્દીઓ કોરોનાના છે. પણ એરપોર્ટ પર સખ્તાઈપૂર્ણ કામગીરી કરવામાં આવે નહિ તો મુશ્કેલી ના દિવસો આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કોરોનાના કેસોને લઈ એક બેઠક પણ એસોસિએશનના ડૉક્ટર્સની બોલાવવામાં આવશે. જેમાં વિદેશથી આવેલા દર્દીના સગાને  RTPCR નેગેટિવ ન હોય ત્યાં સુધી હોસ્પિટલમાં એન્ટ્રી ન આપવા મુદ્દે ડિસ્કશન કરવામાં આવશે.

Related Articles

Back to top button