राष्ट्रीय

Jamnagar પોલીસે નાઇઝીરિયને મુંબઈથી પકડ્યો, કારસ્તાન જાણીને ભલભલા ચોંકી જાય

જામનગર : ગુજરાતમાં લોકોને નોકરીની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરતી નાઇઝીરિયન ગેંગ સુધી જામનગર પોલીસ  પહોંચી છે. તાજેતરમાં જ જામનગરના રહીશને નોકરીની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેના નામની પેઢી બનાવી તેમાં નાઇજીરીયન ગેંગ (Nigerian gang) દ્રારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઇપણ રીતે ચિટિંગ કરી રૂપિયાની હેરફેર કરાતી હતી. આ પેચિદા ગુન્હાનો જામનગરની સીટી સી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલાયો છે.

જામનગરમાં સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન લોકોને નોકરીની લાલચ આપી ડમી એકાઉન્ટ અને સાઇબર ક્રાઇમના માધ્યમથી ઠગ કરતી નાઈજિરિયન ટોળકીના એક શખ્સને દબોચી મોટી જામનગર પોલીસે સફળતા મેળવી છે. ગઇ તા.૮/૧૨/૨૦૨૧ ના રોજ જામનગરના હરીશભાઇ જેઠાભાઇ પરમારને મેહુલનગરમાં રહેતા જતીનભાઇ પાલાએ આજથી આશરે બે મહીના પહેલા મને મળી તેને જણાવેલ કે મુબંઇમાં સારા પગાર સાથે આંગળીયા પેઢીમાં નોકરી કરવી હોય તો સંપર્ક કરશો.

જેથી આ હરીશભાઇ પરમારે તેનો સંપર્ક કરતા તેને જતીન પાલા તથા જામનગરનો બીજો વ્યક્તિ મોહીત પરમાર રૂબરૂ મળ્યા હતા. અને તેની પાસેથી નોકરી માટે કંરટ અને સેવીંગ એકાઉન્ટ નવા ખાતા ખોલવા પડશે તેમ જણાવી તેના ડોક્યુમેન્ટ લઈને જે આધારે જતીન પાલા અને મોહીત પરમારે પી.એલ.કન્સલટન્ટ નામની ખોટી પેઢી બનાવી અને તે પેઢીના નામના કરંટ અને સેવીંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા.

તાજેતરમાં જ કરંટ અને સેવિંગ એકાઉન્ટ પર આવેલ જેમાં એકાદ મહીના માંજ આશરે 40 લાખ જેટલા રૂપિયા ની લેવડ દેવડ થઈ હોવાનું ધ્યાનમાં આવતા હરીશભાઇ પરમારને તેના ખાતાનો દુર ઉપયોગ થતો હોવાની શંકા ગયેલ અને પોતાની સાથે છેતરપીંડી થયેલ નુ લાગતા આ અંગે જામનગર સીટી સી ડીવીઝન ગયા હતા. અને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ 406,420,120(બી) મુજબનો ગુન્હો નોંધાવ્યો હતો.

જામનગરના પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પો.સબ.ઇન્સ. આર.ડી.ગોહીલને સોંપેલ હતી. તપાસ દરમ્યાન જતીન પાલા તથા મોહીત પરમારના રહેઠાણ ઉપર થી એક્સીસ બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક, યશ બેન્ક ના જુદી-જુદી વ્યક્તિઓના નામના એટી.એમ.ડેબીટ કાર્ડ કુલ 30 તથા ચેક બુક કુલ 29 તથા પેઢીના રબર સ્ટેમ કુલ-2 તથા મોબાઇલ તથા કુલ સીમ કાર્ડ 6 મળી આવેલ જેમાં પોલીસને મોટા કૌભાંડની જાણ થતા આ બંન્ને આરોપીઓની સંધન પુછપરછ કરવામાં આવી હતી.

આ તમામ બેન્ક ખાતાઓના ટ્રાન્સજેકશન હીસ્ટ્રી મેળવામાં આવેલ જેમાં છેલ્લા બે મહીનામાંજ કુલ 6કરોડ 95 લાખ રૂપિયા નુ ટ્રાન્જેકશન જણાઇ આવેલ તેમજ હાલમાં આ ખાતાઓમાં 24 લાખ 8 હજાર રૂપિયા મળી આવેલ જે તમામ એકાઉન્ટ ફ્રીઝ કરેલ છે. અને તમામ રૂપિયા આ બંન્ને ઇસમોએ ઉપાડી મુબંઇ ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કા ને જામનગર તથા રાજકોટ થી આંગળીયા પેઢી મારફતે મોકલી આપેલ હતા.

ગુજરાત અને દેશભરમાંથી ઠગબાજો દ્વારા આવી રીતે રૂપિયા મેળવેલા હોય જેને નાઇજીરીયન ગેન્ગ દ્રારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઇપણ રીતે ચિટિંગ કરીને મોકલેલ છે જેમાં જામનગર ના જતીન પાલા તથા મોહીત પરમારે રીસીવર તરીકેની ભુમીકા ભજવ્યા હોવાનું સામે આવ્યું હતું.

બાદમાં સીટી સી.ડિવિઝનના પોલીસ ઇન્સપેક્ટર કે.એલ.ગાધેએ સીટી સી ડીવીઝનના પો.સબ.ઇન્સ. આર.ડી.ગોહીલની ટીમને મુબંઇ ખાતે મોકલીને સાઇબર ક્રાઇમ પોલીસની મદદથી મુબંઇ મહારાષ્ટ્ર ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કા ને ટેકનીકલ એનાલીસના આધારે સ્થાનીક પોલીસની મદદથી દબોચી લીધો છે. અને આ સમગ્ર ગેરકાયદેસર નાણા વ્યવહાર નાઇજીરીયન ફ્રોડથી એકત્રીત કરેલનુ જણાઇ આવેલ છે. આ નાણાકીય વ્યવહારમાં દિલ્હી, બેંગ્લોર, બરોડા ખાતે નાઇજીરીયન ફ્રોડ બાબતની ફરીયાદ પણ થઈ છે.

આ કામગીરી ASP નિતેશ પાંડેયના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઈન્‍સપેકટર કે.એલ.ગાધે તથા પો.સબ.ઇન્સ. આર.ડી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ. હીતેષભાઇ ખોડુભાઇ ચાવડા તથા ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા તથા પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા તથા સુખદેવસિંહ મહોમતસિંહ જાડેજા તથા પો.કોન્સ. ફીરોજભાઇ ગુલમામદભાઇ ખફી તથા દર્શીતભાઇ સીસોદીયા અને સાઇબર ક્રાઇમ પો.સ્ટે.ના બીપીનભાઇ દેસાણી તથા કુલદીપસિંહ જાડેજા તથા ધર્મેશભાઇ વનાણી સહિતના પોલીસ સ્ટાફે કરી છે.

Related Articles

Back to top button