गुजरात

કોસંબા: માત્ર 13 મિનિટમાં એટીએમ તોડીને 8.68 લાખની ચોરી કરી ભાગ્યા, પણ થોડી જ દૂર કારમાં પડ્યું પંકચર

કોસંબા: વેલછા ગામનાં બેંકનાં એટીએમમાં મોડી રાતે ગેસ કટરથી એટીએમ મશીન  કાપીને 8,68,000 રુપિયાની ચોરી કરીને ગઠિયાઓ ફરાર થઇ ગયા છે. આ ચોરી માત્ર 13 મિનિટનાં સમયગાળામાં જ કરવામાં આવી હતી. જોકે, એટીએમમાંથી રુપિયા લઇને ભાગતા ચોરોની ઇકો કારમાં થોડા જ અંતરે પંક્ચર પડ્યું હતુ. જેથી તેઓ તે કાર ત્યાં જ મૂકીને ગામમાં જઇને બીજી ઇકો કારની ચોરી કરીને તેમાં ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને આ ચોરોની તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે, કોસંબાનાં વેલછા ગામમાં ચોરો એકવાર એટીએમની રેકી કરીને જાય છે અને બીજી વખત ગેસ કરટથી માત્ર 13 જ મિનિટમાં મશીન કાપીને 8,68,000 રુપિયાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. વેલાછા ગામમાં રેલવે સ્ટેશન રોડ ફળિયામાં આવેલા સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના મકાનમાં ફીટ એટીએમ સેન્ટરમાં રાતના 2.36 વાગ્યે સફેદ ઈકો કાર (GJ-05RH-7692)માં આવ્યા હતા. આ ચોરીમાં 5થી વધુ ચોરો હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ લોકોએ લાલ રંગની બુકાની બાંધીને ચોરી કરી હતી.

Related Articles

Back to top button