गुजरात

જાણો ડ્રગ્સની ઘૂસણખોરી સામે BSFની કેવી છે તૈયારી: હરામીનાળા 100 ટકા સીલ કરાયું

અમદાવાદ: હાલમાં ડ્રગ્સની ઘૂસણખોરીની ઘટનાઓ બની રહી છે. તે મામલામાં ગુજરાત ફરન્ટીયર IG જી.એસ. મલિકનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનને જોડતી ગુજરાતની સરહદો પર ફરન્ટીયર પુરી રીતે સતર્ક છે. ગુજરાત BSFના ઇતિહાસમાં ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી નથી થઈ જે અમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. ગુજરાત હરામી નાળા ક્રિક વિસ્તાર પહેલા સૌથી મોટી ચેલેન્જ સમાન હતા. હરામી નાળાને 100 ટકા સિલ કરી દીધું છે. 2021માં એક પણ બોટની ઘૂસણખોરી થઈ નથી.

1 ડિસેમ્બર 1965માં BSFની સ્થાપના થઇ હતી. ત્યારે BSF 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. જેને લઈ ગુજરાત BSF દ્વારા વોલીબોલ, ક્રિકેટ ગોલ્ફ, ટગ ઓફ વોર જેવી રમતો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. રસ્સા ખેંચની સ્પર્ધામાં ફરન્ટીયર ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ફરન્ટીયર આઇજી G S મલિકએ શુભેચ્છાઓ પાઠવી. આઈ જી G S મલિકએ જણાવ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ દેશની સીમાઓ પર BSF સુરુક્ષા કરે છે. ગુજરાતમાં 826 કિલોમીટર વિસ્તારમાં ફરન્ટીયર સુરક્ષા કરે છે જે ગર્વની બાબત છે. ગુજરાતમાં હરામી નાળા ક્રિક એરિયા પહેલા ચેલેન્જ સમાન હતા. પણ અમે હરામીનાળાના એન્ટ્રી પોઇન્ટસ 1164,1166 1169 પૂરી રીતે સીલ કર્યા છે.

Related Articles

Back to top button