गुजरात

આજથી ત્રણ દિવસ ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પવન સાથે પડશે ભારેથી અતિભારે વરસાદ

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણાં ભાગોમાં શિયાળામાં આજથી (30 નવેમ્બર) બીજી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો  ચિંતામાં મુકાયા છે. પાછોતરા વરસાદ બાદ ઘણાં ખેડૂતો માંડ ઉભા થઈ રહ્યા છે ત્યારે કમોસમી વરસાદની આગાહી તેમને ફરી એકવાર ચિંતામાં મૂક્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર્, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.

30 નવેમ્બર પવન સાથે વરસસે વરસાદ

30 નવેમ્બરની વાત કરીએ તો, ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે, ઝડપથી પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તેમજ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને અને દીવમાં કમોસમી વરસાદ થશે

1 ડિસે. છે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

1 ડિસેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે.

2 ડિસે. પવન સાથે ભારે વરસાદની આગાહી

2 ડિસેમ્બર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે જ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Related Articles

Back to top button