અમદાવાદની ASTRAL કંપની પર આવકવેરાના દરોડા, બેનામી મિલકતોની આશંકા
અમદાવાદ: શહેરમાં ASTRAL કંપનીની કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના સિંધુ ભવન વિસ્તારમાં આવેલી આ ઓફિસ પર સોમવારે મોડી રાતથી આઇટી વિભાગના અધિકારીઓ બેનામી મિલકતોની માહિતી મેળવવા માટે તપાસ શરૂ કરી છે. એસ્ટ્રાલ કંપનીમાં આઇટી વિભાગે સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરી છે.
પોલીસ બંદોબસ્ત ગોઢવાયો
આઇટીની ચાર ટીમ દ્વારા આ કાર્યવાહી શરૂ કરાઇ છે. નોંધનીય છે કે, એસ્ટ્રલ કંપની પાઇપ બનાવતી મોટી કંપની છે. આઈટી વિભાગના અધિકારીઓ ASTRAL કંપનીના કર્મચારીઓની પણ પૂછપરછ કરી શકે છે. આ કંપનીની અન્ય ઓફિસ અને સ્થળો પર પણ તપાસ હાથ ધરાઇ છે. બેનામી મિલકતોની માહિતી મેળવવા આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે. ત્યારે કંપનીની આસપાસ પણ પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામા આવ્યો છે.
રત્નમણિ મેટલ્સ પર પણ પાડ્યા દરોડા
આઇટી વિભાગે ASTRAL કંપનીની સાથે રત્નમણિ મેટલ્સ પર પણ દરોડા પાડ્યાં છે. આ સાથે આઈટીએ કુલ 40 જગ્યાઓ IT વિભાગ ત્રાટકયું છે. ગુજરાત બહાર 15 જગ્યાઓ પર સર્વે અને સર્ચ ચાલી રહ્યું છે. ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. બંને કંપનીઓ સાથે સંકળાયેલા મોટા માથાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે.