गुजरात

અમદાવાદ: મહિલાને પાડોશી સાથે પ્રેમ થતા પતિને છોડ્યો, પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી

અમદાવાદ : કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં પાગલ વ્યક્તિ કોઈપણ હદ સુધી પહોંચી શકે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો શહેરના નારોલ વિસ્તારમાં જોવા મળ્યો છે. બે સંતાનોની માતાને પાડોશી યુવક સાથે પ્રેમ થઇ ગયો. જોકે, આ યુવકે તેની સાથે લગ્ન કરી તેના પતિ કરતા પણ સારી રીતે રાખવાની લાલચ આપતા મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા. તો બીજી તરફ પ્રેમીએ લગ્ન કર્યા વગર જ મહિલા સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી કરી. અનેક વખત લગ્ન માટેનું કહ્યા બાદ  પણ આરોપી યુવકે લગ્ન ના કરતા અંતે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

યુવકે લગ્નની લાલચ આપી છૂટાછેડા કરાવ્યા

નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને પાડોશમાં રહેતા અનિકેત તાવડે નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આરોપીએ મહિલાને લાલચ આપી હતી કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે, હું તને સારી રીતે રાખીશ, જીવનની બધી જ ખુશી આપીશ અને તારા બાળકોને પણ સારી રીતે રાખીશ. જેથી મહિલા આ નરાધમની વાતોમાં આવી ગઈ હતી. જ્યારે આ પ્રેમ સબંધની જાણ મહિલાના પતિને થઇ તો બંનેએ છૂટાછેડા લીધા હતા.

અનેકવાર શારિરીક સંબંધ રાખી ગર્ભવતી બનાવી

બાદમાં મહિલા પ્રેમી અનિકેત સાથે રહેવા લાગી હતી. જોકે, શરૂઆત માં આરોપી એ કહ્યું હતું કે, જ્યાં સુધી આપણા લગ્ન નહિ થાય ત્યાં સુધી શારીરિક સંબંધ નહિ બાંધીએ. પરંતુ તે મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. મહિલાએ અનેક વખત તેને લગ્ન માટેની વાત કરી પરંતુ તે વાત ટાળી દેતો હતો.

Related Articles

Back to top button