गुजरात

વાંસદા કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.પાર્થ.એમ દેશમુખે થાપાના જોડ બદલવાનું સફળ ઓપરેશન કર્યું.

Anil Makwana

વાંસદા

રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી

વાંસદા કોટેજ હોસ્પિટલમાં છેલ્લા આઠ મહિનાથી ફરજ બજાવતા ડો.પાર્થ.એમ. દેશમુખ ઓર્થોપેડિક સર્જન (હાડકાંના ડોક્ટર) તરીકે ફરજ બજાવે છે.જેમણે કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા લિમઝર ગામના પટેલ ફળીયામાં રહેતા દર્દી રૂખીબેન અજિતભાઈ પટેલ ઉં.૫૫ લગભગ આ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીનો ખર્ચ એક લાખ રૂપિયા જેટલોથતો હોય છે.

કોટેજ હોસ્પિટલમાં આ દર્દીનું થાપાના જોડ (હિપ રિપ્લેસમેન્ટ) સર્જરીનું સફળ ઓપરેશન વિના મૂલ્યે કરાયું હતું.જેમાં ઓપરેશન વિના મૂલ્યે થયું છે. આ દર્દીને ફક્ત ઈંપ્લાન્ટ ચાર્જ નો જ ખર્ચ આવશે દર્દીનો જેમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં તમામ પ્રકારના હાડકાંના ઓપરેશનો વિના મૂલ્યે થાય છે. જેમાં છેલ્લા આઠ મહિનાની અંદર કોટેજ હોસ્પિટલમાં વાંસદા ખાતે ૨૦૦,થી વધારે પણ હાડકાના સફળ ઓપરેશન ડો.પાર્થ. દેશમુખ દ્વારા કરવામાં આવ્યા છે જે વાંસદા કોટેજ હોસ્પિટલ માટે ગર્વની વાત છે

Related Articles

Back to top button