ટંકારા પોલીસને બગાસુ ખાતા પતાસું મળ્યું : મારામારીની ફરિયાદમાં તપાસ કરતાં હથિયાર મળી આવ્યાં

ટંકારા પોલીસને થોડા દિવસ પહેલાં છાપરી નજીક થયેલ તકરારનો ખાર રાખી આજે સવારે ક્રુઝર ચાલકને બે ભાઈએ ભેગા થઈને માર માર્યો હતો જેમાં ટંકારા પોલીસે ગુનો નોંધી નાસી છુટેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આરોપીઓનાં ઘરે તપાસ કરતાં પોલીસને બે ગેરકાયદે પીસ્ટલ મળી આવી હતી જેમાં આદમ ઉર્ફે આદુ ઈસાભાઈ અબ્રાણી પણ મળી આવ્યો હતો. જેની ઉંમર 48 વર્ષ છે. આ ઘટનામાં ટંકારા પોલીસને બગાસું ખાતા પતાસું મળી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.
આખી ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો, રાજકોટ- મોરબી રોડ પર પેસેન્જર લઈ ક્રુઝર ચાલક કાસમ ઈસમાઈલ સંધી (54 વર્ષ) તિલક નગર ટંકારામાં રહે છે. ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી કે 24 ઓક્ટોબરનાં રોજ સવારે નવેક વાગ્યાનાં અરસામાં ખીજડીયા ચોકડી નજીક તે GJ3 Z9543 ક્રુઝર લઈ ને ઉભો હતો
ત્યારે ત્યાં હથિયાર સાથે પકડાયેલા આદમ ઈસા અબ્રાણીનાં બન્ને પુત્રો અવેશ આદમ અબ્રાણી અને રાજીલ આદમ અબ્રાણી બન્ને નજીવી બાબતે કાસમ સંધી સાથે ઝઘડો કર્યો હતો. કુઝર અહી નહી રાખવા બાબતે થયેલી ફરિયાદમાં તેમણે એકબીજાને લાતો અને લાકડી વડે માર માર્યો હતો. અને જીવથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં ઇજાગ્રસ્ત કાસમ સંધીને પ્રથમ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, જેમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓના ઘરની તપાસ કરી હતી.