गुजरात

સુરત : હીરાઉદ્યોગમાં હલકી સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો, તેજીના એંધાણ

સુરત : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના હીરાઉદ્યોગમાં હલકી સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે. જેના પગલે સુરતના કેટલાક હીરાઉદ્યોગમાં ઓવરટાઈમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો લાભ હીરા ઉદ્યોગના વેપારીઓની સાથે સાથે રત્ન કલાકારોને પણ પૂરેપૂરી રીતે મળવાનો છે. એક અંદાજ મુજબ કોરોનાના (Corona)બે વર્ષ દરમ્યાન ઉદ્દભવેલી પરિસ્થિતિ બાદ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટો ઉછાળો આવ્યો છે. જેના પગલે હીરા ઉદ્યોગનો 2.53 મિલિયન ડોલરનો જે વેપાર હમણાં સુધીનો રહ્યો છે તેમાં પણ વધારો થવાની શકયતા સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે આ વખતનું દિવાળી વેકેશન પણ ટૂંકાવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.

ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગને આ વખતની દિવાળી ખૂબ ફળવાની છે. કારણે દિવાળી સામે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. હાલ સુરતના હીરા ઉદ્યોગમાં હલકી સાઈઝના ડાયમંડની ડિમાન્ડ વધી છે. જેના કારણે સુરતના કેટલાક હીરા ઉદ્યોગો વહેલી સવારથી ધમધમતા થયા છે. એમ કહીએ તો ઓવરટાઈમ પણ કરવામાં આવી રહ્યો છે. સુરત ડાયમંડ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે સુરતમાં નાના- મોટા મળી અંદાજીત 5 હજાર ડાયમંડ યુનિટ આવેલા છે. કોરોના કાળ દરમ્યાન બે વર્ષમાં ઉદ્દભવેલી સ્થિતિએ હીરા ઉદ્યોગના વેપારીઓ અને રત્ન કલાકારોને ચિંતામાં મૂકી દીધા હતા.પરંતુ કોરોનાના આ બે વર્ષ બાદમાં અચાનક હીરા ઉદ્યોગમાં આવેલી તેજીના પગલે ડાયમંડ ઉદ્યોગના વેપારીઓ ચિંતામુક્ત થયા છે. હવે સામી દિવાળી છે ત્યારે હીરા ઉદ્યોગમાં હલકી સાઈઝના હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે. જેના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ઓવરટાઈમ શરૂ કરાયો છે. જેનો લાભ વેપારીઓની સાથે રત્ન કલાકારોને મળવાનો છે. સુરત ડાયમંડ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે આમ તો સુરતના હીરા ઉદ્યોગનું દિવાળી સુઘીનું વાર્ષિક ટર્ન ઓવર 2.53 મિલિયન ડોલરનું રહેલું છે. જેમાં પણ વધારો થવાની પુરેપુરી શકયતા રહેલી છે. જેનો લાભ સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓ અને રત્ન કલાકારોને મળી રહેવાનો છે. જે બાબત સુરતના હીરા ઉદ્યોગ માટે ખૂબ જ લાભદાયી નીવડી રહેશે.

જીજેઇપીસીના સુરત રિજીયનના ચેરમેન દિનેશ નાવડીયાએ આ અંગે જણાવ્યું હતું કે વર્ષ 2019- 2020ની કોવિડ પરિસ્થિતિ વચ્ચે હીરા ઉદ્યોગના વેપારીઓને એક પ્રકારનો ડર હતો કે જે સ્ટોક છે તેમાં પણ 30 થી 35 ટકા જેટલો લોસ આવશે. પરંતુ કોવિડની સેકન્ડ ફેઝમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવેલા બદલાવના કારણે ડાયમંડ ઇન્સ્ટ્રીઝને ખૂબ જ સારો વેપાર મળવાનો શરૂ થયો .વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2021માં 15થી 18 ટકા જેટલો એક્સપોર્ટમાં ગ્રોથ સુરતના ડાયમંડ ઉદ્યોગમાં જોવા મળ્યો. હીરા ઉદ્યોગના સ્ટોક ઇનવંટરીમાં પણ ખૂબ ઘટાડો જોવા મળ્યો. હમણાં સુધી જે વેપાર ક્રેડિટમાં થતો હતો તે હવે રોકડમાં થવા લાગ્યો છે. જેના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ સારા પરિણામ જોવા મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ડાયમંડ પોલિશડના એક્સપોર્ટમાં 7.14 ટકાનો વધારો થયો છે. સાથે સ્ટેડેટેડ જ્વેલરીમાં પણ ખૂબ સારો ગ્રોથ જોવા મળ્યો છે.

કોવિડ પરિસ્થિતિ દરમ્યાન અમેરિકા અને યુરોપિયન દેશોમાં કોવિડ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે પણ મોટી બચત હીરા ઉદ્યોગને થઈ. કોવિડ પરિસ્થિતિ વચ્ચે પણ યોજાયેલા પ્રસંગો દરમ્યાન લોકોએ એકબીજાને ભેટ- સોગાદોની આપ- લે કરી હતી. જે હાલ પણ આવા દેશોમાં સ્ટેડેટેડ જ્વેલરી, પોલિશડ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની વધુ માંગ છે. જેમાં મોટામાં મોટું માર્કેટ અમેરિકા છે. હોંગકોંગમાં પણ હાલ સુરતથી 34 ટકાનું એક્સપોર્ટ રહેલું છે. જ્યારે અમેરિકામાં પણ 37 તક જેટલું એક્સપોર્ટ રહેલું છે. સરેરાશ 80 ટકા સુરતથી બે દેશોમાં ડાયમંડ અને જ્વેલરીનું એક્સપોર્ટ હાલ થઈ રહ્યું છે. સામી દિવાળી છે અને એક્સપોર્ટ વધ્યું છે પરંતુ પોલિશડ ડાયમંડનો ભાવ વધવો જોઈએ તે મળ્યો નથી. રફ ડાયમંડનો ભાવ આગામી સમયમાં દબાય તેવી શકયતા છે. પરંતુ હાલ દિવાળીના સમયે રત્ન કલાકારોને વધુ કામ મળતું થયું છે. આગામી સમયમાં કામ ઓછું મળશે તેવો વેપારીઓમાં ભય છે, જેના કારણે હાલ ઓવરટાઈમ કરવામાં આવી રહ્યો છે. હાલ દિવાળીનો સમય છે અને છ માસથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી છે. ડાયમંડ ઉદ્યોગ દ્વારા પણ રત્નકલાકારોને પૂરતું કામ મળી રહે તે માટે સમયનો સદુપયોગ કરી ઓવરટાઈમ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં રફ ડાયમંડના ભાવમાં વધારો ન મળવા પાછળ જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ત્રણ માસ અગાઉ વોલ્યુન્ટરી રીતે રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. જે નિર્ણય ફરી લેવામાં આવે તો મુશ્કેલીઓનો સામનો પણ ચોક્કસથી કરી શકાય તેમ છે. હીરા ઉદ્યોગમાં તેજી અને દિવાળી વેકેશન બંને એક પર્યાર્ય વસ્તુ છે. અત્યારે રફના ભાવ વધતા ગયા છે. જેના કારણે આ વખતે દિવાળી વેકેશન પણ ટૂંકાવવામાં આવે તેવી શક્યતા છે. દિવાળી સુધીનું કામ રત્ન કલાકારોને મળી રહે તે માટે વેપારીઓ દ્વારા પણ પૂરતો રફ હીરાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. કારણ કે જો વેકેશન લંબાય અને રફના ભાવમાં કોઈ ફેરબદલ થાય તો તેનો સીધો લાભ પોલિશડ ડાયમંડના વેપારીઓ લઈ શકે છે.

સુરતના હીરા ઉદ્યોગ માટે હાલ તો તેજીનો માહોલ છે. જેના કારણે વેપારીઓની સાથે રત્ન કલાકારોને પણ સામી દિવાળી ફળી છે. મોટા ભાગના વેપારીઓ દ્વારા આ માટે રફનો પૂરતો સ્ટોક કરી રત્ન કલાકારો પાસે કામ લેવામાં આવી રહ્યું છે. જ્યાં સામી દિવાળીએ સુરતના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related Articles

Back to top button