गुजरात

કચ્છ આઈ.સી.ડી.એસ માં કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

કચ્છ આઈ.સી.ડી.એસ માં કોવિડની ગાઈડલાઈનને
ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ

પોષણ અભિયાન એ માન.પ્રધાનમંત્રીનું સુપોષિત ભારત (કુપોષણ મુક્ત ભારત) બનાવવાનું મિશન છે.પોષણ અભિયાનને અસરકારક બનાવવા તથા આંગણવાડીની સેવાઓમાં સુધારો કરવા માટે જન આંદોલન અને સામુદાયિક ભાગીદારી આવશ્યક છે. આ ઉદ્દેશને અનુસરીને ૨૦૧૮ થી દર વર્ષે સપ્ટેમ્બર મહિના દરમિયાન તમામ લાભાર્થીઓને સાથે રાખીને રાષ્ટ્રીય પોષણ માસ ઉજવવામાં આવે છે. કચ્છ આઈ.સી.ડી.એસ.માં કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી ૪ અઠવાડિયા માટે ૪ થીમ મુજબ કરેલ હતી. જેમાં લાભાર્થીઓને પોષણ જ્ઞાન સાથે સાથે પોષણ કીટ આપવામાં આવી તથા પોષણ સાથે યોગનો સમન્વય તેમજ સ્વચ્છતા વિષે જાગૃતિ ફેલાવવામાં આવી સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઓઝોન વાયુસ્તર વધારવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જે પૈકી પ્રથમ અઠવાડિયું : આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયત અને અન્ય જાહેર સ્થળો વગેરેમાં જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં પોષણ વાટિકા અંતર્ગત ૪૨૫૯ જેટલા અલગ-અલગ પ્લાન્ટેશન કર્યું. તેમજ કિશોરીઓને વિવિધ અનાજ અને શાકભાજીનો ઉપયોગ કરી રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલ. બીજુ અઠવાડિયું : પોષણ માટે યોગ અભ્યાસ સગર્ભા , બાળકો અને કિશોરીઓ માટે યોગ માટેનું સત્ર ગોઠવ્યુ જેમાં ૨૩૭૬ જેટલા બાળકો અને ૨૭૦૩ જેટલી કિશોરીઓએ ભાગ લીધેલ. ઉપરાંત કિશોરીઓ દ્વારા પોષણ રેલી કાઢવામાં આવેલ જેમાં ૩૧૨૬૫ જેટલી કિશોરીએ ભાગ લીધેલ અને ૨૬૭૪ જેટલી સગર્ભા માતાએ રસોઈ શો સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ત્રીજું અઠવાડિયું : IEC સામગ્રી સાથે આંગણવાડી લાભાર્થીઓને હાઈ બર્ડન જિલ્લાઓમાં પોષણ કીટનું વિતરણ. THR પેકેટના ઉપયોગથી થતા લાભ બાબતે કિશોરીઓને રોલ પ્લે, એકપાત્ર અભિનય, પોષણ ગરબો, પ્રશ્નોતરીની ચર્ચા વગેરે વિષય પર ૩૫૪૨૩ જેટલી કિશોરીઓએ ભાગ લીધો. મુન્દ્રા તાલુકાના અતિ કુપોષિત બાળકોનું મેડીકલ કેમ્પ અંતર્ગત ચેકઅપ કરવામાં આવ્યું અને જરૂરિયાત મુજબ દવા આપવામાં આવી હતી. ચોથા અઠવાડિયામાં ૪૨૨૫૨ જેટલી કિશોરીઓને પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત હેન્ડવોશિંગ હરીફાઈનું આયોજન કરેલ જેમાં હાથ ધોવાથી થતા ફાયદા બાબત વિડીયો બતાવી સમજ આપવામાં આવી અને ૬૨૦૪ કિશોરીઓને ૧ થી ૩ નંબર આપી કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી. અતિ કુપોષિત બાળકો ( SAM ) ની ઓળખ કરી તેમને પોષણયુક્ત આહાર વિતરણ કરવામાં આવી હતી.

Related Articles

Back to top button