गुजरात

દયાપર તેમજ રવાપર ખાતે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યનું બહુમાન

“આ પદ મારૂં નહી પરંતુ સમગ્ર કચ્છનું તેમજ ગુજરાતની મહિલા શક્તિનું ગર્વ”-વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

દયાપર તેમજ રવાપર ખાતે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યનું બહુમાન

“આ પદ મારૂં નહી પરંતુ સમગ્ર કચ્છનું તેમજ ગુજરાતની મહિલા શક્તિનું ગર્વ”-વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય

આજરોજ લોહાણા સમાજવાડી, દયાપર ખાતે નવનિયુકત ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યનો સન્માન સભા કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે આ પદ મને નહી પણ કચ્છ તેમજ સમગ્ર મહિલા શક્તિને મળ્યું છે અને સૌને તેનો ગર્વ છે. નરેન્દ્રભાઇ મોદીએ જે તક આપી છે તે જવાબદારીને સૌએ સાથે મળીને નિભાવવાની છે.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, કચ્છ વિકાસના માર્ગે ઝડપથી ગતિ કરી રહ્યુ છે. પ્રવાસન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર હોય કે રિન્યુએબલ એનર્જી પાર્ક તમામ ક્ષેત્રે કચ્છ નામનાં મેળવી રહ્યુ છે. આ ઉપરાંત અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાની ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરી હતી.
આ પ્રંસગે અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
લોહાણા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રવજીભાઇ, મયુરભાઇ ઠક્કર, ધિરેનભાઇ ઠક્કર, સહિત સમગ્ર લોહાણા મહાજન સમાજ, કેશુભાઇ ઠક્કર, રવજીભાઇ કોટક, મનિષાબેન ઠક્કર સાથે દયાપર મહિલા મંડળ, રિતિશભાઇ તેમજ દિપાબેન, જય માતાજી મિત્રમંડળ, ગુરૂદયા મંડળ, વિશ્વનાથ જોષી, ચંહારાણા પરિવાર, જત સમાજ, મુસ્લિમ સમાજ, તેમજ અન્ય સમાજના અગ્રણીઓ, વર્માનગર લોહાણા મહાજન તેમજ આજુબાજુ ગામના અગ્રણીઓએ ડો. નીમાબેન આચાર્યનુ સન્માન કર્યુ હતું.

આ ઉપરાંત રવાપર ગ્રામ પંચાયત ખાતે પણ સરપંચશ્રી પુષ્પાબેન રૂપારેલ તેમજ ગ્રામ પંચાયત, મહેશભાઇ વાસાણી, ભાવનાબેન પટેલ, ચંદુલાલ લીંબાણી, ઇસ્માઇલભાઇ તેમજ મુસ્લિમ સમાજ, અશ્વિનભાઇ સોની સાથે સોની સમાજ, લાખુભા જાડેજા સાથે ક્ષત્રિય સમાજ, યુવકમિત્ર મંડળ, વિનોદભાઇ સહિત સમગ્ર લોહાણા સમાજ તેમજ ઘડાણી ગ્રામ પંચાયત દ્વારા પણ ડો. નીમાબેન આચાર્યનું બહુમાન કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button