गुजरात
ધીરૂભાઈ અંબાણીના મોટાભાઈનું 95 વર્ષે અમદાવાદમાં નિધન
અમદાવાદ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીકભાઈ અંબાણીનું સોમવારે 95 વર્ષે અમદાવાદમાં નિધન થયું છે. રમણીક ભાઈના સોમવારે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક જાણકારી મુજબ વયોવૃદ્ધ હોવાને લીધે તેમનું નિધન થયું છે.
1924માં હીરાચંદ અને જમુનાબેન અંબાણીના ત્રણ પુત્રોમાં રમણીકભાઇ સૌથી મોટા હતા. તેઓ મૂળ જૂનાગઢના હતા. અન્ય બે ભાઈ ધીરૂભાઈ અંબાણી અને નટૂભાઈ અંબાણી અને બે બહેનો હતી, જેમાં ત્રિલોચનબેન અને જસુમતિબેનનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, રમણીકભાઇ અંબાણીની પત્નીનું વર્ષ 2001માં મૃત્યું થયું હતું. તેમના બાળકોમાં નીતા, મીના, ઇલા અને વિમલ અંબાણી, પાંચ પૌત્રો અને બે પૌત્રી છે. ઇલાએ ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલ સાથે લગ્ન કર્યા છે.