गुजरात

ગુજરાતમાં ભણતા અફઘાની વિદ્યાર્થીઓએ વિઝા વધારવા અને પરિવારને અહીં લાવવા સરકારને કરી રજૂઆત

અમદાવાદ: અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરી લીધી છે. જે બાદ અરાજક્તા અને આતંકની અનેક તસવીરો સામે આવી છે. ત્યારે ગુજરાતમાં ભણતા અનેક અફઘાની વિદ્યાર્થીઓ હાલની સ્થિતિમાં પોતાના દેશ પાછા જવા માંગતા નથી. જેથી અનેક વિદ્યાર્થીઓએ આઈસીસીઆરની ગુજરાત રિજનલ ઓફિસમાં વિઝા વધારી આપવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. આ સાથે ભારતમાં ભણતા વિદ્યાર્થીઓનાં માતાપિતાએ પણ અપીલ કરી છે કે, હાલ અફધાનિસ્તાન સલામત નથી, તમે અહીં ના આવશો ભારતમાં જ રહો. વિઝાની મુદત વધારવાની અપીલ કરીને ત્યાં જ રહો.

વિઝા લંબાવી આપવાની કરી માંગ

‘ભારત મદદ કરે તેવી અમારી માગ છે’

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા 4 અફઘાન વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાન સ્થિત પરિવારને લઇ ચિંતાતૂર બની ગયા છે. જેમાં એમ.એસ. યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કરી રહેલા અને સાથે એજ્યુકેશન ફેકલ્ટીમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહેલા યુવાન અફઘાનિસ્તાન ગયા બાદ ફસાઇ જતાં વડોદરા સ્થિત પત્ની ફાતીમા ચિંતામાં છે. સાથે પોતાના પરિવારને લઇને પણ ખૂબ ચિંતીત છે. વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે. મારા પતિ અફઘાનિસ્તાનમાં જઇને ફસાઇ ગયા છે, મને તેમની સતત ચિંતા થઇ રહી છે. ભારત મદદ કરે તેવી અમારી માગ છે.

‘અમને અને અમારા પરિવારની સલામતીને ધ્યાનમાં રાખો’

ક્રિમિનલ સાયકોલોજીમાં પીએચડી કરી રહેલા અફઘાની વિદ્યાર્થી મોહમ્મદ ખાલીદે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, 20 વર્ષ બાદ અમારા દેશમાં સત્તા પલટો થયો છે. નવી સરકારના લીધે નવી નીતિનું ગઠન થતાં સ્વાભાવિક વિલંબ થાય તેમ છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓના વિઝાની અંતિમ મુદત ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સલામતિને ધ્યાનમાં રાખીને તેમને ભારતમાં રહેવા માટેની મંજૂરી આપવી જોઈએ.

Related Articles

Back to top button