સુરત : ત્રણ વર્ષીય માસુમ શ્રવણને કચડી નાખનાર ગાડી ચાલક કોણ? 13 દિવસે મળ્યો, CCTV Video

સુરત :સૌથી પોશ ગણાતા એવા સિટીલાઇટ વિસ્તારમાં માલેતુજાર તરીકે ગણાતા વિસ્તારમાં સૂર્યપ્રકાશ રેસીડેન્સી માધાપર વેપારીના ત્રણ વર્ષીય પુત્રને એક ગાડી ચાલકે મોતને ઘાટ ઉતાર્યો હતો. સોસાયટીમાં લાગેલા અને સોસાયટી બહારના તમામ સીસીટીવી ચેક કરતાં પોલીસે 13 દિવસ બાદ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી સોસાયટીમાં જ રહેતો એક યુવાન છે, જે અભ્યાસ કરે છે અને માઇક્રા ગાડીને રિવસ લેતા સમયે અકસ્માત થયો હતો. જોકે પોલીસ ધરપકડ બાદ પણ હજુ સુધી આ વ્યક્તિએ પોતે કરેલી ભુલ હજુ સ્વીકારતો નથી.
સુરતના સૌથી પોશ ગણાતા એવા સૂર્યપ્રકાશ રેસિડેન્સીમાં રહેતા કાપડ વેપારી સંદીપભાઈ જૈનનો 3 વર્ષીય વર્ષીય પુત્ર તારીખ 19 મીની સાંજે સાત વાગ્યાની આજુબાજુ ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધો હતો, જેને લઇને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સોસાયટીમાં રહેતા અને સોસાયટીની સામેના ભાગમાં રહેલા તમામ કેમેરા ચેક કર્યા હતા, જેમાં તમામ ગાડી આવવા જવાનો સમય અને ખાસ કરીને જે બાળકનો અકસ્માત થયો હતો તેને હોસ્પિટલ લઈ જવાના સમયેની પહેલાના સમયના ફૂટેજ ચેક કર્યા હતા.