દહેગામ પથિકાશ્રમ કોમ્પલેક્ષના પ્રથમ માળેથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર.
યુવકના માથાના ભાંગે ગંભીર ઇજા પહોંચેલ.

દહેગામ
રીપોટર – આર.જે. રાઠોડ.
દહેગામ શહેરનાં એસ.ટી. ત્રણ રસ્તા પાસે પથિકાશ્રમ કોમ્પલેક્ષના પ્રથમ માળેથી અજાણ્યા યુવકની લાશ પડેલ જેને વહેલી સવારે વેપારી દુકાનદારો જોતાં ચકચાર મચી જવા પામી હતી. રાત્રી દરમ્યાન આ કોમ્પલેક્ષ બનાવ બનેલ જેની હત્યા કરાઇ કે પગથિયાં પરથી પડી જવાથી ઇજા થવાથી મોત થયેલ તેનું કારણ જાણવા પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. રાઠોડ. તપાસ હાથ ધરી છે. યુવકના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ અને લોહી લુહાણ હાલતમાં મૃતક યુવાનની લાશ પડી હતી. યુવકે લાલ કલરનું લાંબી બાયનું શર્ટ અને વાદળી જીન્સ પેન્ટ પહેર્યું હતું. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતક યુવકનું નામ. ઠામ જાણવા મળેલ નથી. પોલીસે હત્યાનું કારણ જાણવા માટે ડેટબોડી કબ્જે કરી. દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ હતી. આ ઘટનાની તપાસ દહેગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. રાઠોડ કરી રહ્યા છે.