गुजरात

દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર જવાના રસ્તા પર વાહનચાલકો ને રાહદારીઓ હેરાન, ભુગર્ભ ગટરનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહેલ.

Anil Makwana

દહેગામ

રિપોર્ટર – આર.જે. રાઠોડ.

દહેગામ નગરપાલિકાના વોર્ડ નં. ર અને ૪.માં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને લવાડ ગામ તરફ જવાનાં રસ્તા પર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર બ્લોક થઇ ગઇ હતી. તે ગટરની નવીન પાઇપો નાખવા ખોદાણ કર્યું હતું. આ ખોદકામ છેલ્લા બે મહિના થી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોવાથી ચોમાસાની ઋતુમાં ખોદકામ કરેલ ખાંડા પડી ગએલા જેમાં વરસાદી પાણી ભરાઇ જતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. તેમજ વાહનચાલકો અને રાહદારીઓ ખોદાણ કરેલ ખાંડામા ધળબાઇ તો જાનહાનિ સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય રહી છે. આ મામલે જનતાએ તંત્ર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોન્ટ્રાક્ટરના અને તંત્રનાં પેટનું પાણી હલતું નથી. આ કોઇ જાનહાની થાય તેનો જવાબદાર તેવાં સવાલ જનતાના મુખેથી ચર્ચાય રહ્યું છે. કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા નગરજનોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.

Related Articles

Back to top button