गुजरात

ગુજરાતમાં શ્રીકાર વરસાદને કારણે 206 ડેમમાં 65.64 ટકા પાણી, મોસમનો 102.73% વરસાદ થયો

ગુજરાતમાં:  થોડા દિવસોથી પડી રહેલા શ્રીકાર વરસાદને કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ 100 ટકાથી વધુ વરસાદ વરસી  ગયો છે. ચોમાસાની આ મોસમમાં રાજ્યમાં અત્યારસુધી 33.60 ઇંચ સાથે મોસમનો 102.73% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગયા વર્ષે એટલે 2019માં કુલ સરેરાશ વરસાદ 146 ટકા થયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 188.40 ટકા નોંધાયો છે.

રાજ્યના 206 ડેમમાં 65.64 ટકા પાણી છે. રાજ્યના 76 જળાશયો 100 ટકા ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. હાલ 2.24 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.4 મીટરનો વધારો થયો છે. જેને પગલે ડેમની સપાટી વધીને 126.89 મીટરે પહોંચી ગઇ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે. ડેમમા હાલ 2052 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જેના કારણે ગુજરાતીઓને પીવાના પાણીની તંગી સર્જાવવાની સંભાવના નહીંવત જણાય છે.

Related Articles

Back to top button