गुजरात

વડોદરા મિલિટરી સ્ટેશન ખાતે 22મા કારગિલ વિજય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

Anil Makwana

જીએનએ વડોદરા

ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન વિજય’ અંતર્ગત, લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કબજે કરવામાં આવેલા ભારતીય સીમામાં આવેલા પર્વતોને પાછા પ્રાપ્ત કરીને આ યુદ્ધમાં મેળવેલા વિજયની સમગ્ર દેશમાં 26 જુલાઇના રોજ ‘કારગિલ વિજય દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીઓ ઓપરેશન વિજયમાં ભાગ લેનારા જવાનોનું ગૌરવ અને શૌર્ય ફરી જગાવે છે.

વડોદરા મિલિટરી સ્ટેશન ખાતે ‘ફર્સ્ટ ઇન બેટલ’ના છત્ર હેઠળ ‘સામ્બા યોદ્ધાઓ’ દ્વારા આ પ્રસંગે નિવૃત્ત સૈનિકો અને વીરનારીઓએ આપેલા બલિદાન અને યોગદાનને બિરદાવવા માટે અને તેમનું સન્માન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુદ્ધના નાયકો અને વીરનારીઓએ આપેલા બલિદાન બદલ સશસ્ત્ર દળો વતી ફોર્મેશન કમાન્ડરે નિષ્ઠાપૂર્વક તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.

Related Articles

Back to top button