गुजरात

અમદાવાદમાં નકલી ડોક્ટોરનો રાફડો ફાટ્યો, ધો.10 કે ધો.12 ભણેલા 14 નકલી ડોક્ટરો ઝડપાયા

અમદાવાદઃ કોરોનાના કપરા સમયને કેટલાક રૂપિયાના લાલચું લોકોએ જાણે કે રૂપિયા કમાવવાની ઉત્તમ તક સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આવા સમયમાં લોકોની જીંદગી સાથે રમત કરતા બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો છે. માત્ર અમદાવાદ ગ્રામ્યમાં જ ચાલુ વર્ષે 14 જેટલા બનાવટી ડોકટરો ઝડપાયા છે.

કોરોના કાળમાં બનાવટી દવા ઓ, ઇન્જેક્શન સહિતના અનેક કૌભાંડો સામે આવ્યા છે. લોકો માનવતા ભૂલીને નિર્દોષ લોકોની જિંદગી સાથે રમત કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવા સંજોગોમાં બનાવટી ડોકટરો નો પણ રાફડો ફાટ્યો છે.

રાજ્યમાં બનાવટી ડોકટરો એ દવાખાના ખોલી દીધા હોવાનું સામે આવતા રાજ્યના પોલીસ વડાએ ખાસ ડ્રાઈવ રાખીને આવા ડોકટરો સામે કાર્યવાહી કરવા માટેના આદેશ કર્યા હતા. જેમાં ચાલુ વર્ષે માત્ર અમદાવાદ ગ્રામ્યમાંથી 14 બનાવટી ડોકટરો મળી આવ્યા છે.

Related Articles

Back to top button