गुजरात

૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting justice and compensation to the families of the victims of the Harni boat accident



વડોદરા,વડોદરાના હરણી  બોટ દુર્ઘટનામાં૨૦ આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજી પેન્ડિગ હોવાથી આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ નહીં થતા હજી કેસની ટ્રાયલ શરૃ થઇ નથી. મૃતકના પરિવારજનો માટે જે વળતર નક્કી કરવામાં આવ્યું હતું. તે પૈકી માત્ર ૨૫ ટકા રકમ જ પરિવારોને મળી છે. પીડિત પરિવારોની ન્યાય અને વળતર માટેની લડત હજી ચાલી રહી છે.

વાઘોડિયા રોડ પર આવેલી સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓને  ગત તા. ૧૮ – ૦૧ – ૨૦૨૪ ના રોજ સ્કૂલ તરફથી હરણી લેકઝોન ખાતે પ્રવાસમાં  લઇ જવામાં આવ્યા હતા. બોટિંગ સમયે દાખવવામાં આવેલી બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા સહિત ૧૪ ના મોત ડૂબી જવાના કારણે થયા હતા. જે અંગે હરણી  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં કુલ ૨૦  આરોપીઓ સામે ચાર્જશીટ થઇ હતી. જે પૈકી કેટલાક આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ વડોદરાએ નામંજૂર કરી હતી. ત્યારબાદ આરોપીઓએ હાઇકોર્ટમાં અરજી કરી  હતી. જે હજી પેન્ડિંગ છે.

જીવ ગુમાવનાર બાળકોની ઉંમર ૭ વર્ષથી ૧૩ વર્ષ સુધીની હતી. સુપ્રીમ કોર્ટના  જજમેન્ટને ધ્યાને લઇ જીવ ગુમાવનાર બાળકોના પરિવાર માટે વળતર નક્કી કરવામાં આવ્યું હતું.  પીડિતો માટે લડત ચલાવતા કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું છે કે,  રકમની ચૂકવણી અંગે કોટિયા પ્રોજેક્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી કે, વળતર ચૂકવવાની જવાબદારી પોતાની એકલાની નહીં પરંતુ, સબ કોન્ટ્રાક્ટ લેનાર ડોલફિન કંપની, કોર્પોેરેશન અને ઇન્સ્યોરન્સ કંપનીની પણ છે. મારા ભાગે વળતરના ૨૫ ટકા જેટલી રકમ ચૂકવવાની આવે છે. જે રકમ જમા કરાવવામાં આવતા ઓગસ્ટ – ૨૦૨૫ માં પીડિત પરિવારોને અને ઇજાગ્રસ્તોને રૃા.૧.૧૨ કરોડ ચૂકવાયા છે. જ્યારે બાકીની રકમ માટે  હજી લડત ચાલુ છે.હરણી બોટ દુર્ઘટનામાં  પીડિત  પરિવારોને  કુલ રુ. ૪.૦૯ કરોડ વળતર ચૂકવવાનો ઓર્ડર થયો હતો. જે પૈકી હજી માત્ર ૧.૧૨ કરોડની જ ચૂકવણી થઇ છે.

બે આરોપીઓનો  ભૂતકાળ ગુનાઇત હોવાછતાં તળાવના વહીવટમાં લેવાયા

 વડોદરા,

આ કેસની તપાસ માટે  સિટની રચના કરાઇ હતી.તપાસ દરમિયાન હરણી લેકઝોનના પકડાયેલા  ભાગીદાર ભીમસિંગ કુડીયારામ યાદવ સામે વર્ષ-૨૦૦૬માં ગોરવા પોલીસ સ્ટેશન અને ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના બે ગુના નોંધાયા હતા.

જ્યારે,અન્ય ભાગીદાર વેદપ્રકાશ રામપતભાઇ  યાદવ સામે પણ વર્ષ-૨૦૧૫માં જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.આમ, છતાં બંનેને તળાવના વહીવટમાં લેવાયા હતા.

હાઇકોર્ટે દુર્ઘટનાના બીજા દિવસે જ સુઓમોટો એક્શન લીધા હતા

વળતર નક્કી કરવા માટે નાયબ કલેક્ટરને અધિકૃત કરાયા હતા

વડોદરા,

આ કેસમાં દુર્ઘટનાના બીજા દિવસે જ હાઇકોર્ટ તરફથી સુઓમોટો એક્શન લેવામાં આવ્યા હતા. હાઇકોર્ટે નવેમ્બર – ૨૦૨૪ માં વળતરની રકમ નક્કી કરવા માટે વડોદરા કલેક્ટરને જણાવવામાં આવ્યું હતું.  હાઇકોર્ટના હુકમ મુજબ વડોદરા કલેક્ટર દ્વારા તા. ૦૪ – ૧૨ – ૨૦૨૪ ના રોજ વળતરની રકમ નક્કી કરવા માટે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વડોદરાને અધિકૃત કરવામાં આવ્યા હતા.  અલગ – અલગ  તારીખોના રોજ કુલ ૧૧ સુનાવણી  હાથ ધરવામાં આવી હતી. 



Source link

Related Articles

Back to top button